Home National અમદાવાદ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું તે અગાઉ શુ થયું હતું? છેલ્લે પાયલટ વચ્ચે...

અમદાવાદ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું તે અગાઉ શુ થયું હતું? છેલ્લે પાયલટ વચ્ચે શુ વાતચીત થઈ, AAIB તપાસ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

Ahmedabad Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના (Ahmedabad Plane Crash)ને એક મહિનો થયો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ તપાસ રિપોર્ટ જાહેર કર્યો છે. AAIBના જણાવ્યા પ્રમાણે એર ઇન્ડિયાના બોઈગ 787-8 વિમાનના એન્જિન ફ્યુઅલ કંટ્રોલ સ્વીચો (Engine Fuel Control Switches) ટેક-ઓફ(Take-Off) પછી થોડીવારમાં જ બંધ થઈ ગઈ. એક પાઇલટે બીજાને પૂછ્યું કે તમે ફ્યુઅલ કેમ બંધ કર્યું? જ્યારે બીજાએ જવાબ આપ્યો કે તેણે ફ્યુઅલ બંધ કર્યું નથી.

AAIBએ આ ઘટના અંગે 15 પાનાનો અહેવાલ જાહેર કર્યો છે, જે વિમાન ઉડાનભર્યાના લગભગ 30 સેકન્ડ પછી બની હતી. તેમાં AAIBએ જણાવ્યું હતું કે ફ્યુઅલ ક્ટ્રોલ સ્વીચ બાદમાં ચાલુ કરવામાં આવી હતી. પરંતુ એક એન્જિનની ગતિમાં ઘટાડો થવાને કારણે અકસ્માત ટાળી શકાયો ન હતો.

અકસ્માત પહેલા શું થયું હતું?
આ દુ:ખદ અકસ્માતના એક મહિના પછી પોતાનો અહેવાલ જાહેર કરતા AAIB એ જણાવ્યું હતું કે વિમાના એર/ગ્રાઉન્ડ સેન્સર એર મોડમાં જતા રહ્યા હતા, જે 08:08:39 UTC પર ટેકઓફ કરવા સાથે અનુરૂપ હતા. વિમાનએ લગભગ 08:08:42 UTC પર 180 નોટ્સ IASની મહત્તમ રેકોર્ડ કરેલ એરસ્પીડ પ્રાપ્ત કરી હતી અને તેના થોડા સમય પછી એન્જિન 1 અને એન્જિન 2 ફ્યુઅલ કટઓફ સ્વીચો 0.1 સેકન્ડના સમય અંતરાલ સાથે એક પછી એક ઓન રનથી કટઓફ પોઝિશન પર પરિવર્તિત થઈ ગઈ હતી.

રિપોર્ટ અનુસાર, ઈંધણનો પુરવઠો બંધ થવાને કારણે એન્જિન N1 અને N2ની ટેક-ઓફ વેલ્યુ ઘટવા લાગી હતી.કોકપીટના વોઇસ રેકોર્ડિંગમાં એક પાઇલટ બીજા પાઇલટને પૂછતો સાંભળવામાં આવે છે કે તેણે ટેક-ઓફ શા માટે કર્યું. બીજા પાઇલટે જવાબ આપ્યો કે તેણે એવું નથી કર્યું.

અકસ્માતની વિગતો આપતાં AAIB એ જણાવ્યું હતું કે એરપોર્ટ પરથી મેળવેલા CCTV ફૂટેજમાં ટેક-ઓફ પછી તરત જ પ્રારંભિક ઉડ્ડાન દરમિયાન રેમ એર ટર્બાઇન (RAT) ડિપ્લોઈ થતું દેખાય છે. રનવે પર કે આજુબાજુ કોઈ પક્ષીની હિચલાચ જોવા મળી નથી. એરક્રાફ્ટ એરપોર્ટની દિવાલ પાર કરે તે પહેલાં જ તેની ઊંચાઈ ઓછી થવા લાગી હતી. EAFR મુજબ એન્જિન 1નું ફ્યુઅલ કટ-ઓફ સ્વીચ લગભગ 08:08:52 UTC વાગ્યે CUTOFF થી RUNમાં તબદિલ થયું હતું. ત્યારબાદ 08:08:56 UTC પર એન્જિન 2નું ફ્યુઅલ કટ-ઓફ સ્વીચ પણ CUTOFF થી RUNમાં તબદિલ થયું હતું.