- ઇંગ્લેન્ડે ભારતને 22 રનથી હરાવીને 5 મેચની શ્રેણીમાં 2-1થી લીડ મેળવી
- રવિન્દ્ર જાડેજાએ એક છેડો પકડી રાખ્યો હતો, 61 રનની લડાયક અણનમ ઈનિંગ રમ્યો
IND vs ENG 3rd Test:લોર્ડ્સ(Lord’s)માં રમાયેલી રોમાંચક મેચ બાદ સૌએ ભારત અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ(India and England players)નું ઉભા થઈને તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કર્યું હતું. ઇંગ્લેન્ડે ભારતને 22 રનથી હરાવીને 5 મેચની શ્રેણીમાં 2-1થી લીડ મેળવી લીધી છે.
ઈંગ્લેન્ડના ખેલાડીઓ વિજયની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે નોન-સ્ટ્રાઈકર એન્ડ પર રવિન્દ્ર જાડેજા સાથે ભારતીય ટીમની અંતિમ હરોળ આવતા બોલરો શાનદાર પ્રદર્શન કરતા ઈંગ્લેન્ડના દિગ્ગજ બોલરોનો હિમ્મતભેર સામનો કર્યો હતો.
છેલ્લા દિવસે મેચ રોમાંચક રહી
ભારતને જીતવા માટે 193 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જોકે, ઇંગ્લેન્ડના ઝડપી બોલરોએ શરૂઆતથી જ ભારતીય બેટિંગ ઓર્ડર પર દબાણ બનાવ્યું. જોફ્રા આર્ચર, કેપ્ટન બેન સ્ટોક્સ અને બ્રાયડન કાર્સેની શાનદાર બોલિંગ સામે ભારતીય બેટ્સમેન એક પછી એક પેવેલિયન પાછા ફરતા રહ્યા હતા.
પરિસ્થિતિ એવી બની ગઈ કે ટીમ ઈન્ડિયાએ 74.5 ઓવરમાં 170 રન બનાવ્યા બાદ પોતાની બધી વિકેટ ગુમાવી દીધી હતી. રવિન્દ્ર જાડેજાએ એક છેડો પકડી રાખ્યો હતો અને 61 રનની લડાયક અણનમ ઈનિંગ રમ્યો હતો, પરંતુ તેમને બીજા છેડેથી બહુ ટેકો મળ્યો નહીં. ભલે જાડેજા ટીમ ઈન્ડિયાને જીત અપાવી શક્યો ન હતો, પરંતુ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક મહાન સીમાચિહ્ન હાંસલ કર્યું.