Home Sports & Health ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન ધોનીએ પરિવાર સાથે રાંચીના દેવરી મંદિરની મુલાકાત લીધી;...

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન ધોનીએ પરિવાર સાથે રાંચીના દેવરી મંદિરની મુલાકાત લીધી; શ્રદ્ધા સાથે પૂજા કરી

Famous Dewri Mandir, MS Dhoni: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ તાજેતરમાં જ પોતાના પરિવાર સાથે રાંચી નજીક આવેલા પ્રખ્યાત દેવરી મંદિર(Famous Dewri Mandir)ની મુલાકાત લીધી હતી.

પોતાની ઊંડી શ્રદ્ધા માટે જાણીતા ધોનીએ રાંચીથી લગભગ 60 કિલોમીટર દૂર દિયુરી (તામર) નામના ગામમાં આવેલા મંદિરમાં પ્રાર્થના કરી અને ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો હતો.

દેવરી મંદિર દેવી દુર્ગાને સમર્પિત છે અને તેની અનોખી 16 હાથવાળી મૂર્તિ માટે જાણીતું છે. આ મંદિર 700 વર્ષથી વધુ જૂનું હોવાનું માનવામાં આવે છે અને તે ખાસ છે કારણ કે આદિવાસી પુજારીઓ અને બ્રાહ્મણો બંને સાથે મળીને ધાર્મિક વિધિઓ કરે છે. ધોની ભૂતકાળમાં ઘણી વખત આ મંદિરની મુલાકાત લઈ ચૂક્યો છે. તેને પોતાનું ભાગ્યશાળી સ્થળ માને છે.

આ મુલાકાત દરમિયાન ધોની હંમેશાની જેમ નમ્ર રહ્યો હતો. તેણે પોતાના પરિવાર સાથે પ્રાર્થના કરી હતી. આરતીમાં ભાગ લીધો અને ભીડ અને કડક સુરક્ષા હોવા છતાં ચાહકોનું ધીરજપૂર્વક સ્વાગત કર્યું હતું. મંદિર સાથેના તેના જોડાણે વર્ષોથી તેને વધુ લોકપ્રિય બનાવ્યું છે, ઘણા મુલાકાતીઓને આકર્ષ્યા છે અને સ્થાનિક પર્યટનને વેગ આપ્યો છે.