ભારત અને ઈંગ્લેન્ડ (Ind vs Eng) વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025 (Anderson Tendulkar trophy 2025)ની બીજી ટેસ્ટ મેચ બર્મિંઘમના એજબેસ્ટન (Edgbaston)મેદાન પર રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે 336 રનથી શાનદાર જીત મેળવી છે. ઘર આંગણે રમી રહેલી ઈંગ્લેન્ડની ટીમને મેચ જીતવા 608 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જેનો પીછો કરતા પૂરી ટીમ પાંચમાં દિવસના બીજા સેશનમાં 271 રન પર ઓલ-આઉટ થઈ ગઈ હતી.
આકાશ દીપ(Akash Deep)એ 6 વિકેટ ઝડપી
ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં આકાશ દીપ(Akash Deep)એ શાનદાર બોલીંગ કરતાં 6 વિકેટ ઝડપી હતી.
શુભમન ગિલનના વડપણ હેઠળ ટીમ ઈન્ડિયાની પ્રથમ જીત-Team India’s First Win Under The Captaincy Of Shubman Gill
આ સાથે જ શુભમન ગિલનના વડપણ હેઠળ ટીમ ઈન્ડિયાની આ સૌ પ્રથમ જીત છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મેચમાં શુભમન ગિલે (Shubhman Gill) બે ઈનિંગમાં અનુક્રમે 269 રન અને 161 રન ફટકાર્યાં હતા. ભારતીય ટીમે આ મેચમાં જીત મળતાની સાથે ટેસ્ટ સિરીઝમાં 1-1ની બરાબરી કરી લીધી છે. હવે ત્રીજી ટેસ્ટ મેચ 10મી જુલાઈના રોજ લોર્ડ્સ ખાતે રમાશે.
વિદેશી ધરતી ઉપર રનોની દ્રષ્ટિએ આ સૌથી વિશાળ એટલે કે મોટી જીત છે, 58 વર્ષ બાદ ભારતીય ટીમે પ્રથમ વખત બર્મિંઘમના એજબેસ્ટન મેદાન પર આ ટેસ્ટમાં ભવ્ય વિજય હાંસલ કર્યો છે. આ અગાઉ આ મેદાન પર 8 મેચમાંથી સાત મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
જ્યારે એક મેચ ડ્રોમાં પરિણામી હતી. આમ ભારતીય ટીમ આ મેદાન પર સૌ પ્રથમ મેચ જુલાઈ 1967માં રમી હતી, જેમાં ટીમને 132 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આજે ભારતે મેચમાં જીત મળતા જ 58 વર્ષથી મેચ જીતવાની રાહ જોવાતી હતી તેમાં આજે સફળતા મળી છે.
વિદેશી ધરતી પર રનની દ્રષ્ટિએ પણ આ સૌથી મોટી ટેસ્ટ મેચ બની રહી હતી. આ અગાઉ વર્ષ 2019માં એન્ટીગા ટેસ્ટમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 318 રનથી હરાવ્યું હતું.