ઘણી વખત તમે જોતા હશો કે લોકો કોઈને કોઈ કાર્યક્રમો કે ફંક્શનમાં એકબીજાને કંઈક ને કંઈક ભેટ (Gilft) આપતા રહે છે. કેટલાક લોકો ખૂબ જ ભાવુક થઈ જાય છે અને ભગવાનની મૂર્તિ અથવા તો ભગવદ ગીતા ((Bhagavad Gita) કે અન્ય ધાર્મિક પુસ્તકો (Religious Books) ભેટમાં આપતા હોય છે.
જે લોકો આ વાત સાચી માને છે તેઓ દલીલ કરે છે કે કોઈને ભગવાનની મૂર્તિ કે ભગવદ ગીતા આપવી એ તેના પોતાના કલ્યાણ માટે હોય છે. જ્યારે કોઈ તેને અયોગ્ય કહે છે, તેઓ દલીલ કરે છે કે સામેની વ્યક્તિનો સ્વભાવ કેવો છે તે તેમને જાણ હોતી નથી. આ સંજોગોમાં ભગવાનની મૂર્તિ અથવા ગીતાજી ભેટ સ્વરૂપે આપવા કેટલું યોગ્ય છે તે એક વિચારવાનો મુદ્દો બની જાય છે.
ધાર્મિક ગ્રંથો કોને આપવા યોગ્ય છે?-To whom is it appropriate to give religious Book
સ્કંદ પુરાણ (Skanda Purana) સહિત આપણા અનેક ધાર્મિક ગ્રંથોમાં દાનનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે. એવી જ રીતે કોઈને ભેટ આપવી એ પણ દાન સમાન માનવામાં આવે છે, આ સ્થિતિમાં ભગવદ ગીતા અને અન્ય ધાર્મિક ગ્રંથો કોઈને ભેટ તરીકે આપવાનું યોગ્ય છે કે અયોગ્ય તે વ્યક્તિ પર આધાર રાખે છે. જો વ્યક્તિ સારા કાર્યો કરતી હોય છે તો તેને મૂર્તિ, ભગવાનનું ચિત્ર, ભગવદ ગીતા અથવા અન્ય ધાર્મિક ગ્રંથો આપવા યોગ્ય રહેશે.
આ દાન બિલકુલ ન કરો
સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે અયોગ્ય લોકોને દાન ન આપવું જોઈએ, સરળ શબ્દોમાં કહીએ તો પવિત્ર ગ્રંથો (ભગવદ ગીતા, રામચરિતમાનસ, રામાયણ, ગ્રંથ, પુરાણ કે વેદ) મૂર્તિઓ, તસવીરો વગેરે એવી વ્યક્તિને દાન ન કરો કે જે તેની સંભાળ કે કાળજી રાખી શકતો નથી અથવા તો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતો નથી.
ભગવદ ગીતા અથવા ભગવાનની મૂર્તિ પવિત્ર માનવામાં આવે છે. જો તમે તેને ભેટ આપવા માંગતા હોય તો એવી વ્યક્તિને જ આપો કે જે સાત્વિક અને ધાર્મિક હોય છે.