Photo credit: ગુજરાતમાં અનેક એવા મેળાઓ છે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે
- બાળપણમાં મેળાઓમાં થોડા પૈસામાં ઘણીબધી ખૂશી, મોજમસ્તી કરી હોય તે અચૂકપણે જીવનપર્યન્ત યાદ રહે છે
- બાળપણમાં મેળા મજા યાદ આવતા જ સુખદ સ્માઈલ અચૂકપણે આવી જ જાય છે
Gujarat Mela, Fair: ગુજરાત(Gujarat) તેની પ્રાચીન સાંસ્કૃતિક ધરોહર અને પરંપરા માટે સમગ્ર વિશ્વમાં જાણીતુ છે. આનંદ અને ઉત્સવ તથા ધાર્મિક પરંપરા સાથે યોજવામાં આવતા મેળા(Mela, Fair) એ ગુજરાતી (Gujarati) પ્રજાની જીવનશૈલી સાથે સદીઓથી જોડાયેલા રહ્યા છે.
બાળપણમાં મેળાની માણેલી મજાની યાદ આવતા….
જીવનની દરેક ક્ષણ તો યાદ રહેતી નથી, પણ બાળપણમાં વિવિધ મેળાઓમાં થોડા પૈસામાં જે ઘણીબધી ખૂશી અને મોજમસ્તી કરી હોય તે અચૂકપણે જીવનપર્યન્ત યાદ રહે છે. આજે પણ જ્યારે મેળા વિશે જાણી કે વાંચીએ ત્યારે બાળપણમાં મેળાઓની માણેલી મજાની યાદ આવતા જ સુખદ સ્માઈલ અચૂકપણે આવી જ જાય છે.
ગુજરાતમાં સમગ્ર વર્ષ દરમિયાન નાના-મોટા 1600 જેટલા મેળા યોજાય છે, જે પૈકી 500 મેળા પવિત્ર શ્રાવણ મહિનામાં યોજાય છે. ગુજરાતમાં સૌથી વધુ આશરે 159 મેા એકલા સુરત જિલ્લામાં જ્યારે સૌથી ઓછા 7 મેળા ડાંગ જિલ્લામાં યોજાય છે.
વિશ્વભરમાં સદીઓથી ખૂબ જ પ્રસિદ્ધિ ધરાવતા મેળાઓની યાદી નીચે પ્રમાણે છે
- વૌઠાનો મેળો – કારતકી પૂનમના દિવસે , ગુજરાતનો સૌથી મોટો લોકમેળો , સાત નદીઓનો સંગમ
- તરણેતરનો મેળો-ભાદરવા સુદ 4-5-6ના રોજ ત્રિનેત્રેશ્વરમહાદેવનું મંદિર
- ભવનાથનો મેળો- ગિરનાર, શિવરાત્રિના દિવસે મહાવદતેરસ
- ડાકોરનો મેળો – દર પૂનમેભરાય છે
- શામળાજીનો મેળો- દર પૂનમે યોજાય છે. કાર્તિકીપૂર્ણિમાનો મેળો વિશેષ મહત્ત્વ ધરાવે છે
- સિદ્ધપુરનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો સરસ્વતી નદીના પટમાંભરાય છે
- અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો -દર પૂનમે મેળો ભરાય છે
- બહુચરાજીનો ચૈત્રી પૂનમનો મેળો -દર પૂનમે મેળો ભરાય છે
- દ્વારકાનો જન્માષ્ટમીનો મેળો કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે મેળો ભરાય છે
- પલ્લીનો મેળો – રૂપાલ આસો સુદ નોમના દિવસે વરદાયિની માતાની પલ્લી પણ નીકળે છે
- ભરૂચનો મેઘમેળો – ભરૂચ શ્રાવણ વદ નોમના દિવસે ભરાય છે
- શુકલતીર્થનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો – શુકલતીર્થ
- ભાડભૂતનો મેળો, ભાડભૂતેશ્વર મંદિર
- ચૈત્રી સુદ આઠમનો પાવાગઢનો મેળો -પાવાગઢ
- ગોપનાથ મહાદેવનો મેળો -ગોપનાથ , શ્રાવણ મહિનાની અમાસના દિવસે ભરાય છે
- માધવરાયનો મેળો – માધવપુર ચૈત્ર મહિનામાં યોજાય છે
- ચિત્રવિચિત્રનો મેળો – ખેડબ્રહ્મા તાલુકાના ગુંભખેરી ગામમાં ભરાતો આદિવાસી મેળો છે
- જખનો મેળો – નખત્રાણા પાસે કાકડભીઠમાં ભરાય છે
- મોટા કોટલનો મેળો – સંતરામપુર પાસે કોટલમાં આદિવાસી મેળો
- શાહઆલમ અને સરખેજનામેળા – અમદાવાદમાં ભરાતા મુસ્લિમ બિરાદરીનો મેળો
- પાલીતાણાનો જૈન મેળો
- રાપરનો રવેચીમાનો મેળો
- વરાણામાં ખોડિયાર મંદિરનો લોકમેળો મહાસુદઆઠમના દિવસે ભરાય છે
- પાલોદરનો મેળો , ચોસઠ જોગણી માતાનામંદિરે , ફાગણ વદ અગિયારસથીતેરસ સુધી ભરાય છે
- શંખલપુર ચૈત્રી પૂનમ અને અષાઢીબીજના દિવસે મેળો ભરાય છે
- દૂધરેજ નો અષાઢી બીજનો મેળો
- સોમનાથનો મેળો,કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભારય છે
- ફાગવેલમાં ભાથીજી મંદિરનો મેળો કારતક સુદમાં ભરાય છે
- ઉત્કંઠેશ્વર, ઉત્કંઠેશ્વરમહાદેવનામંદિરે વાત્રક નદીના પટમાં શિવરાત્રિએ મોટો મેળો ભરાય છે