Home National Viral Video: પાણીમાં પડી ગયું હાથીનું નાનું બચ્ચુ, બચાવવા પૂરું ઝૂંડ એકજૂટ...

Viral Video: પાણીમાં પડી ગયું હાથીનું નાનું બચ્ચુ, બચાવવા પૂરું ઝૂંડ એકજૂટ થઈ ગયું, દિલ જીતી લે તેવો આ વીડિયો જુઓ

Elephants Viral Video: જો કોઈ બાળક મુશ્કેલીમાં મુકાઈ જાય છે તો તેના માતા-પિતા સાથે પરિવારના સૌ સભ્યો તેને મદદ કરવા માટે ભેગા થાય છે. મનુષ્યોની જેમ જ પ્રાણીઓમાં પણ આવી જ લાગણી જોવા મળે છે. આવો જ એક પ્રાણીઓ(Animal) સાથે જોડાયેલો ઉમદા વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે હાથીનું એક બચ્ચું (Baby Elephant)પાણીમાં પડી જાય છે ત્યારે હાથીઓનું એક વિશાળ જૂંડ તેને બચાવવા માટે દોડી આવે છે. આ બાબત એકતામાં એટલે કે સાથી મળીને રહેવામાં કેટલી પ્રચંડ શક્તિ છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.

આ વીડિયો @AMAZlNGNATURE નામના X એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. તેની સાથે કેપ્શનમાં લખ્યું છે – જે ક્ષણે હાથીનું બચ્ચું પાણીમાં પડે છે… અને આખું ટોળું રક્ષણાત્મક સ્થિતિમાં આવી જાય છે. અકલ્પનીય. શેર થયા પછી આ વીડિયોને અત્યાર સુધીમાં 2 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે.