Home National PM મોદી માલદીવના 60માં સ્વતંત્રતા દિવસ પર અતિથિ વિશેષ બનશે; બે દેશની...

PM મોદી માલદીવના 60માં સ્વતંત્રતા દિવસ પર અતિથિ વિશેષ બનશે; બે દેશની મુલાકાતમાં UKમાં PM સ્ટારમરને પણ મળશે

PM Modi Two Nation Visit:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) આ અઠવાડિયે બે દેશોની હાઇ-પ્રોફાઇલ મુલાકાતે જશે, જેમાં તેઓ યુનાઇટેડ કિંગડમ (UK) અને માલદીવની મુલાકાત લેશે.

23 થી 26 જુલાઈ દરમિયાન આ મુલાકાતમાં મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠકો અને માલેમાં એક ઔપચારિક સન્માનનો સમાવેશ થશે, જ્યાં PM મોદી માલદીવના 60મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

PM સ્ટાર્મર સાથે વ્યૂહાત્મક વાટાઘાટો, કિંગ ચાર્લ્સ સાથે મુલાકાત
PM મોદી બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમર(British Prime Minister Keir Starmer)ના આમંત્રણ પર 23 થી 24 જુલાઈ દરમિયાન યુકેની મુલાકાત લેશે, જે તેમની ચોથી સત્તાવાર મુલાકાત છે. તેઓ તેમના UK સમકક્ષ સાથે ભારત-યુકે દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસા, જેમાં વેપાર, સંરક્ષણ, ઈનોવેશન, આબોહવા, શિક્ષણ અને આરોગ્ય સહિતના ક્ષેત્રો અંગે વ્યાપક ચર્ચા વિચારણા કરશે.

મેરિટાઈમ સંબંધોને મજબૂત કરવા અને સ્વતંત્રતાના 60 વર્ષની ઉજવણી
25-26મી જુલાઈના રોજ PM મોદી રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઇઝુ(President Dr Mohamed Muizzu)ના આમંત્રણ પર માલદીવની રાજ્ય મુલાકાત લેશે. આ ટાપુ રાષ્ટ્રની તેમની ત્રીજી મુલાકાત છે અને રાષ્ટ્રપતિ મુઇઝુના કાર્યકાળ દરમિયાન કોઈપણ રાજ્ય કે સરકારના વડા દ્વારા આવી પહેલી મુલાકાત છે.