Home National વિશ્વના કોઈ જ નેતાએ ઓપેશન સિંદૂર અટકાવવા કહ્યું નથી, PM મોદીનો સંસદમાં...

વિશ્વના કોઈ જ નેતાએ ઓપેશન સિંદૂર અટકાવવા કહ્યું નથી, PM મોદીનો સંસદમાં જવાબ

PM Modi On Operation Sindoor: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં ઓપરેશન સિંદૂર અને પહેલગામ આતંકવાદી હુમલા પર ચાલી રહેલી ચર્ચામાં ભાગ લીધો હતો.

પોતાના ભાષણની શરૂઆત કરતા પીએમ મોદીએ કહ્યું કે હું આ સભા સમક્ષ વિજયને ધ્યાનમાં રાખીને ઉભો છું, જેથી ભારતની સ્થિતિ મજબૂતી અને સ્પષ્ટતા સાથે રજૂ કરી શકું. અને જે લોકો ભારતનો પક્ષ જોવામાં નિષ્ફળ જાય છે (વિપક્ષી નેતાઓનો ઉલ્લેખ કરતા) ત્યારે હું અહીં અરીસો બતાવવા આવ્યો છું.

માનનીય સ્પીકર, હું અહીં 140 કરોડ ભારતીયોના અવાજ અને લાગણીને પ્રતિબિંબિત કરવા આવ્યો છું. હું સ્પષ્ટપણે કહું છું કે ભારતે આતંકવાદીઓ સામે હાથ ધરેલુ ઓપરેશન સિંદૂરને અટકાવવા માટે વિશ્વના કોઈ જ નેતાએ કહ્યું નથી.
22 એપ્રિલ પછી મેં જાહેરમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ પણ કર્યો જેથી દુનિયા સમજી શકે. મેં કહ્યું કે અમારો સંકલ્પ છે કે આપણે આતંકવાદીઓને નષ્ટ કરીશું. તેમણે કહ્યું કે ‘હમ આતંકિયોં કો મિટ્ટી મેં મિલા દેંગે’તેમ PM મોદીએ જણાવ્યું હતું.

મેં કહ્યું હતું કે અમે આતંકવાદીઓ અને તેમના આકાઓને એવો પાઠ ભણાવીશું જે તેમની કલ્પના બહાર હશે તેમ મોદીએ જણાવ્યું હતું.