Home National ઈન્દોર ફરી વખત બન્યું દેશનું સૌથી સ્વચ્છ શહેર, 8મી વખત જીત્યો સ્વચ્છતાનો...

ઈન્દોર ફરી વખત બન્યું દેશનું સૌથી સ્વચ્છ શહેર, 8મી વખત જીત્યો સ્વચ્છતાનો એવોર્ડ, સુરત આ સર્વેમાં બીજા ક્રમે

Indore Cleanest City in India: ઇન્દોરે ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. કેન્દ્ર સરકારના વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણમાં ઇન્દોરને સતત 8મી વખત દેશના સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ મળ્યો છે. આ સિદ્ધિ દર્શાવે છે કે સખત મહેનત અને યોગ્ય આયોજન દ્વારા શહેરને કેવી રીતે સ્વચ્છ બનાવી શકાય છે. સ્વચ્છતા સર્વેમાં સુરત દેશનું બીજા ક્રમનું સૌછી સ્વચ્છ શહેર છે.

છેલ્લા દસ વર્ષમાં ઇન્દોરે કચરાના રિસાયક્લિંગ અને બાયો-CNG જેવી નવી પદ્ધતિઓ દ્વારા 15 લાખ ટન કચરાને ઉપયોગી સંસાધનોમાં રૂપાંતરિત કર્યો છે. વર્ષ 2023ના સર્વે મુજબ અહીં 98% કચરો પ્રોસેસ કરવામાં આવે છે, જે રાષ્ટ્રીય સરેરાશ 70% કરતા ઘણો આગળ છે. લોકો પણ ખૂબ જ ઉત્સાહથી તેમાં ભાગ લઈ રહ્યા છે, જેના કારણે આ મોડેલ સમગ્ર દેશ માટે પ્રેરણા બની શકે છે.

નિષ્ણાતો કહે છે કે જો આ પદ્ધતિ વધુ સ્થળોએ લાગુ કરવામાં આવે તો પ્રદૂષણ 30% ઘટાડી શકાય છે. આ ગૌરવ માટે ઇન્દોરના લોકોને અભિનંદન.