Home National ઇન્ડિગો વિમાનનું એક એન્જિન થયું ફેલ, દિલ્હીથી ગોવા જતી ફ્લાઈટનું મુંબઈમાં ઈમર્જન્સી...

ઇન્ડિગો વિમાનનું એક એન્જિન થયું ફેલ, દિલ્હીથી ગોવા જતી ફ્લાઈટનું મુંબઈમાં ઈમર્જન્સી લેન્ડિંગ

Indigo Plane Engine Failed:દિલ્હીથી ગોવા જઈ રહેલી ઈન્ડિગો( Indigo)ની એક ફ્લાઈટ(Flight)નું એક એન્જિન(Engine) ખરાબ થઈ જવાને કારણે બુધવારે રાત્રે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ ઉડાન ભર્યા પછી, પાયલોટે રાત્રે લગભગ 9:25 વાગ્યે એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને કટોકટીની સ્થિતિ વિશે જાણ કરી હતી. આ પછી રાત્રે લગભગ 9:42 વાગ્યે વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું. વિમાનના સુરક્ષિત ઉતરાણ બાદ, બધા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા.

સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીથી ગોવા જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E-231 ને ટેકઓફ દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિમાનનું એક એન્જિન હવામાં જ ફેલ થઈ ગયું હતું.

ત્યારબાદ પાઇલટે તાત્કાલિક ATCને જાણ કરી અને મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ માટે પરવાનગી માંગી. રાત્રે 9:25 વાગ્યે ઈમરજન્સી એલાર્મ વાગ્યા પછી, એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યા હતા. ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સને સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. રાત્રે 9:42 વાગ્યે વિમાન મુંબઈ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું.