Home National પાકિસ્તાને 9મી મેના રોજ છોડેલી 1000 મિસાઈલ અને ડ્રોનનો ભારતે ખાતમો બોલાવેલો:PM...

પાકિસ્તાને 9મી મેના રોજ છોડેલી 1000 મિસાઈલ અને ડ્રોનનો ભારતે ખાતમો બોલાવેલો:PM મોદી

PM modi in Parliament:વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ખુલાસો કર્યો કે ભારતીય સશસ્ત્ર દળોએ 9 મેના રોજ ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલા 1,000 મિસાઇલો અને ડ્રોનને સફળતાપૂર્વક નષ્ટ કરી દીધા હતા. જેનાથી સરહદ પારના મોટા આક્રમણને નિષ્ફળ બનાવવામાં આવ્યું.

આપણી વાયુ સંરક્ષણ પ્રણાલીઓએ એટલે કે એર ડિફેન્સ સિસ્ટમ્સે પાકિસ્તાની મિસાઇલો અને ડ્રોનને તોડી પાડ્યા હતા.

9 મેના રોજ પાકિસ્તાને ભારત પર 1,000 મિસાઇલો અને ડ્રોન છોડ્યા હતા. પરંતુ તે તમામનો હવામાં જ નાશ કરી દેવામાં આવ્યો હતો. PM મોદીએ 22 એપ્રિલના પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પર બે દિવસીય ચર્ચા દરમિયાન લોકસભાને સંબોધન કરતી વખતે આ માહિતી આપી હતી.

પ્રધાનમંત્રીએ સશસ્ત્ર દળોના નિર્ણાયક પ્રતિભાવની પ્રશંસા કરતા કહ્યું કે ભારતે પાકિસ્તાનની અંદર આતંકવાદી સ્થળો પર સચોટ હુમલા કર્યા.અમે 22 એપ્રિલના પહેલગામ હુમલાનો બદલો લેવા માટે 22 મિનિટમાં પાકિસ્તાનની અંદર આતંકવાદી સ્થળોનો નાશ કર્યો. ભારત દ્વારા હુમલો કરાયેલા પાકિસ્તાની એરબેઝ હજુ પણ ICUમાં છે અને હુમલાના માસ્ટરમાઇન્ડ્સની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે, તેમ PM મોદીએ જણાવ્યું હતું.