Home National ઘરે બેઠા બનાવી શકાય છે આયુષ્માન કાર્ડ, આ એપ પરથી કરી શકાતી...

ઘરે બેઠા બનાવી શકાય છે આયુષ્માન કાર્ડ, આ એપ પરથી કરી શકાતી સંપૂર્ણ પ્રક્રિયા વિશે જાણો

Photo credit: (પ્રતિકાત્મક તસવીર)

Ayushman Card : ભારત સરકાર દ્વારા ઈશ્યુ કરવામાં આવતા આયુષ્માન કાર્ડ(Ayushman Card) લોકો માટે વરદાન સાબિત થયા છે.આ કાર્ડ સારવારમાં ઘણી મદદ કરે છે. હવે સમયની સાથે અને ટેકનોલોજીને લીધે આયુષ્માન ભારત યોજના હેઠળ આયુષ્માન કાર્ડ મેળવવું પહેલા કરતા વધુ સરળ બની ગયું છે. હવે તમે તમારા મોબાઇલ ફોનથી કેટલાક સરળ પગલાં અનુસરીને ઘરે જાતે આ કાર્ડ બનાવી શકો છો. તો ચાલો તમને જણાવીએ કે આયુષ્માન કાર્ડ શું છે અને તમે તેને ઘરે કેવી રીતે બનાવી શકો છો?

આયુષ્માન કાર્ડ એ ભારત સરકારની આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ જારી કરાયેલ એક હેલ્થ કાર્ડ છે. આ કાર્ડ દ્વારા લાભાર્થીઓ દેશભરની કોઈપણ સરકારી અથવા સૂચિબદ્ધ ખાનગી હોસ્પિટલમાં વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીની ફ્રી સારવાર મેળવી શકે છે. ખાસ વાત એ છે કે તેને બનાવવા માટે ન તો કોઈ વીમા પ્રીમિયમ ચૂકવવું પડે છે અને ન તો લાંબી કતારમાં ઊભા રહેવાની જરૂર પડે છે. સરકારે આ પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ બનાવી દીધી છે. આ કાર્ડ કેન્સર, હૃદય સર્જરી, કિડની ટ્રાન્સપ્લાન્ટ વગેરે જેવી ગંભીર બીમારીઓની સારવારને પણ આવરી લે છે. જે લોકોનું નામ SECC 2011 ની યાદીમાં સામેલ છે અથવા જેમની પાસે રેશન કાર્ડ, BPL કાર્ડ અથવા મજૂર ઓળખ છે તેઓ આ યોજના માટે પાત્ર માનવામાં આવે છે.

આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું?
તમારા ફોનનો ઉપયોગ કરીને ઘરે આયુષ્માન કાર્ડ બનાવવા માટે પહેલા તમારા ફોનમાં આયુષ્માન એપ ઇન્સ્ટોલ કરો. એપ ઇન્સ્ટોલ કર્યા પછી તમારી પસંદગીની ભાષા પસંદ કરો. ત્યારબાદ તમારે કેપ્ચા અને મોબાઈલ નંબર દાખલ કરો ત્યારબાદ તમારી સામે ‘Search For Nemeficiary’ પેજ ખુલશે. અહીં તમારે યોજનામાં PM-JAY પસંદ કરવાનું રહેશે. આ પ્રક્રિયા પછી તમારે તમારું રાજ્ય અને જિલ્લો પસંદ કરવો પડશે અને પછી તમે તમારો આધાર નંબર દાખલ કરીને એપમાં લોગિન કરી શકશો.

લોગ ઇન કર્યા પછી તમને એપમાં તમારા પરિવારના સભ્યોના આયુષ્માન કાર્ડ દેખાશે. જેમણે આયુષ્માન કાર્ડ નથી બનાવ્યું તેમના નામની આગળ તમને Authenticate લખેલું દેખાશે. જ્યારે તમને સભ્યના નામની આગળ Authenticate લખેલું દેખાશે ત્યારે તેના પર ટેપ કરીને તમારે તે સભ્યનો આધાર નંબર દાખલ કરવો પડશે અને પછી તમને એક OTP મળશે. તે OTP દાખલ કર્યા પછી સભ્યનો ફોટો ક્લિક કરવામાં આવશે.

આ પછી તમારે તે સભ્યનો મોબાઇલ નંબર અને તેનો તમારી સાથેના સંબંધને લગતી વિગતો ભરવાનો રહેશે. આ રીતે e-KYC પૂર્ણ કર્યા પછી તમારે ફોર્મ સબમિટ કરવું પડશે. પછી એક અઠવાડિયામાં તમામ માહિતીની તપાસ કર્યાં પછી તમે આ એપ પરથી તે સભ્યનું કાર્ડ પણ ડાઉનલોડ કરી શકશો.

આ દસ્તાવેજો જરૂરી છે
આયુષ્માન કાર્ડ બનાવવા માટે આ દસ્તાવેજો જરૂરી છે

  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • મોબાઇલ નંબર અને પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • આ ઉપરાંત, જો તમારી પાસે ઈ-શ્રમ કાર્ડ, મજૂર કાર્ડ અથવા અન્ય સરકારી ઓળખ કાર્ડ હોય તો તમે પણ અરજી કરવા માટે પાત્ર બની શકો છો.