Home National દેશમાં પહેલી વખત ડ્રોનથી કૃત્રિમ વરસાદ વરસાવવામાં આવશે, બે દાયકાથી ખાલી ડેમને...

દેશમાં પહેલી વખત ડ્રોનથી કૃત્રિમ વરસાદ વરસાવવામાં આવશે, બે દાયકાથી ખાલી ડેમને ભરાશે, અમેરિકી કંપની કરી રહી છે તૈયારી

Artificial Rain In Rajasthan: રામગઢ ડેમ છેલ્લા બે દાયકાથી પણ વધારે સમયથી પાણીથી ભરાવાની રાહ જોઈ રહ્ય છે. આ ડેમને પાણીથી ભરવા માટે કૃત્રિમ વરસાદ એટલે કે ક્લાઉડ સીડિંગનો ઉપયોગ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.

આ માટે રામગઢ ડેમના વિસ્તારમાં ઓગસ્ટ મહિનામાં કૃત્રિમ વરસાદનો અદભુત નજારો જોવા મળશે. આ પ્રયોગને સફળ કરવા માટે રાજસ્થાનના કૃષિ વિભાગે અમેરિકાની કંપનીને જવાબદારી સોંપી છે. અમેરિકાની કંપનીના સિનિયર વૈજ્ઞાનિકો અત્યારે જયપુરમાં આ માટેની તૈયારી કરી રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે હજારો ફૂટની ઊંચાઈ પર ડ્રોન ઉડાડીને વાદળોમાં સોડિયમ ક્લોરાઈડનો છંટકાવ કરવામાં આવશે. જેથી વાદળ વરસાદ બનીને આ ડેમમાં વરસશે. દેશમાં આ સૌ પ્રથમ વખત કૃત્રિમ વરસાદમાં ડ્રોન તથા આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરવામાં આવશે. કંપનએ તાઈવાનથી આ માટેના ડ્રોન પણ મંગાવ્યા છે.

આ અગાઉ દેશમાં અત્યાર સુધી કૃત્રિમ વરસાદ માટે વિમાનોનો ઉપયોગ કરવામાં આવતો હતો. જોકે આ વખતે AI અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.