Home National અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે AAIBએ તેનો પ્રાથમિક તપાસ અહેવાલ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને...

અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે AAIBએ તેનો પ્રાથમિક તપાસ અહેવાલ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને સોંપ્યો

  • એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટીગેશન બ્યૂરો (AAIB)એ અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 171 ક્રેશ
  • અમદાવાદથી લંડનના ગેટવિક (Ahmedabad to London Gatwick) જઈ રહેલું એર ઈન્ડિયાનું ડ્રિમલાઈનર

Air India Plane Crash: એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટીગેશન બ્યૂરો (AAIB)એ અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 171 ક્રેશ (Air India Plane Crash) થઈ તે અંગેનો પોતાનો પ્રાથમિક અહેવાલ નાગરિક ઉડ્ડયન મંત્રાલય (Ministry of Civil Aviation) તથા અન્ય સબંધિત સત્તાવાળાઓને સોંપ્યો છે. AAIB દ્વારા સોંપવામાં આવેલો આ અહેવાલ અમદાવાદમાં થયેલી દુઃખદ વિમાન દુર્ઘટનામાં જ તપાસ ચાલી રહી છે તેના પ્રાથમિક તારણો પર આધારિત છે.

PACની ઉચ્ચ સ્તરિય બેઠક આજે
દરમિયાન સંસદની પબ્લિક અકાઉન્ટ્સ કમિટી (PAC)ની અત્યંત મહત્વની બેઠક આજે યોજાવાની છે, આ બેઠકમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ટોચના અધિકારી કે જેમાં નાગરિક ઉડ્ડયન બાબતોના સચિવ તથા ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ભાગ લે તેવી શક્યતા છે. આ બેઠકમાં અમદાવાદમાં એર ઈન્ડિયા ફ્લાઈટ AI-171 ક્રેશ થઈ તે બાબત ઉપરાંત ઉડ્ડયન ક્ષેત્રમાં સુરક્ષા અંગેની વ્યાપક ચિંતાઓ અંગે ચર્ચા થશે.

સમન્સ પાઠવવામાં આવ્યા
અમદાવાદમાં વિમાન દુર્ઘટના થઈ ત્યારબાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલય AAIBને સમગ્ર ઘટનાની તપાસ કરવામાં સંપૂર્ણપણે મદદ કરી રહ્યું છે. AAIBની દિલ્હી સ્થિત તેની લેબોરેટરી તથા અન્ય અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ ઉપકરણોથી તપાસ કરી રહી છે. ન્યૂઝ એજન્સી ANIના સૂત્રોએ પૃષ્ટી કરી છે કે નાગરિક ઉડ્ડયન સચિવ તથા DGCAના પ્રતિનિધિઓને સમન્સ પાઠવવામાં આવ્યા છે.

12મી જૂને પ્લેન ક્રેશમાં 260 લોકોના મોત થયેલા
અમદાવાદથી લંડનના ગેટવિક (Ahmedabad to London Gatwick) જઈ રહેલું એર ઈન્ડિયાનું ડ્રિમલાઈનર (Air India Dreamliner) 12મી જૂનના રોજ ટેકઓફ બાદ ગણતરીની મિનિટોમાં જ મેઘાણીનગર સ્થિત સિવિલ હોસ્પિટલની હોસ્ટેલ કેમ્પસ પર તૂટી પડ્યું હતું અને આ ઘટનામાં ઓનબોર્ડ તથા ગ્રાઉન્ડ પર કૂલ 260 લોકોના મોત થયા હતા. વિમાનમાં રહેલા કૂલ 242 લોકો પૈકી 241 લોકોનો તેમા સમાવેશ થતો હતો.