દક્ષિણ આફ્રિકાના પૂર્વી કેપ પ્રાંતમાં ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે આવેલા ભીષણ પૂરને કારણે ઓછામાં ઓછા 49 લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે,ભારે ઠંડીને કારણે દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે વિનાશક પૂર આવ્યું હતું.
વિદ્યાર્થીઓ પૂરના પાણીમાં તણાઈ ગયા
પૂર્વી કેપના પ્રીમિયર ઓસ્કાર માબુયાને જણાવ્યું હતું કે પોલીસે મૃત્યુઆંકની પુષ્ટિ કરી છે. માબુયાને પત્રકારોને જણાવ્યું હતું કે મૃતકોમાં છ વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે જેઓ મંગળવારે નદી પાસે પૂરના પાણીમાં ફસાઈ ગયા બાદ તણાઈ ગયા હતા. તેમણે કહ્યું કે અન્ય ચાર વિદ્યાર્થીઓ હજુ પણ ગુમ છે. માબુયાનના કાર્યાલયે મંગળવારે પૂરમાં સાત લોકોના મોતની જાણ કરી હતી, પરંતુ હવે મૃત્યુઆંક 49 થઈ ગયો છે.