Home International ફક્ત UAE જ નહીં વિશ્વના આ દેશો પણ ભારતીયોને આપે છે ગોલ્ડન...

ફક્ત UAE જ નહીં વિશ્વના આ દેશો પણ ભારતીયોને આપે છે ગોલ્ડન વિઝા; આ માટે આટલો ખર્ચ, રોકાણ કરવું જરૂરી

Photo credit: ભારતીય અરજદારો હવે દુબઈ ગયા વગર દેશમાંથી જ પ્રી-અપ્રૃવલથી આ વિઝા લઈ શકે છે

  • ન્યૂઝીલેન્ડે સપ્ટેમ્બર 2022માં ન્યુ ગોલ્ડન વિઝા એક્ટિવ ઈન્વેસ્ટર પ્લસ વિઝા લોંચ કર્યો હતો
  • કેનેડાના ગોલ્ડન વિઝા પ્રોગ્રામ નામથી ઓળખવામાં આવે છે

Golden Visa Offer:સંયુક્ત આરબ અમિરાત (UAE)એ ભારતીય નાગરિકોને માટે નવા ગોલ્ડન વિઝા (Golden Visa) શરૂ કર્યાં છે, જે નોમિનેશનના આધારે પ્રાપ્ત થશે, એટલે કે આ માટે હવે દેશમાં પ્રોપર્ટી ખરીદવી અથવા મોટા પ્રમાણમાં રોકાણ કરવાની જરૂર પડશે નહીં. UAEએ ભારત તથા બાંગ્લાદેશને આ વિઝાના ટેસ્ટીંગના પ્રથમ તબક્કા માટે પસંદ કર્યાં છે. UAE ઉપરાંત અન્ય અનેક દેશ ગોલ્ડન વિઝાની સુવિધા પૂરી પાડે છે.

સંયુક્ત અરબ અમિરાત (UAE)
UAEના ન્યુ ગોલ્ડન વિઝા હવે નામાંકન આધારિત છે. ભારતીય અરજદારો હવે દુબઈ ગયા વગર દેશમાંથી જ પ્રી-અપ્રૃવલથી આ વિઝા લઈ શકે છે. ભારતીય નાગરિક AED 1,00,000 એટલે કે રૂપિયા 23.30 લાખમાં જીવનભર માટે UAE ગોલ્ડન વિઝા મેળવી શકે છે.

અમેરિકા-America
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યભાર સંભાળ્યો ત્યારબાદ Trump Gold Card Golden Visa સ્કીમની જાહેરાત કરેલી, આ સ્કીમ શ્રીમંત લોકોને અમેરિકામાં રોકાણના બદલામાં કાયમી નિવાસની પરવાનગી આપે છે. અત્યારે આ વિઝા હોલ્ડ પર છે. પણ તેનો ખર્ચ આશરે 5 મિલિયન ડોલર એટલે કે આશરે રૂપિયા 42 કરોડ ખર્ચ થાય છે.

ન્યૂઝીલેન્ડ New Zealand
ન્યૂઝીલેન્ડે સપ્ટેમ્બર 2022માં ન્યુ ગોલ્ડન વિઝા એક્ટિવ ઈન્વેસ્ટર પ્લસ વિઝા (Investor Plus Visa) લોંચ કર્યો હતો. જે અંતર્ગત વ્યક્તિ સમયની કોઈ જ મર્યાદા વગર ત્યાં રહી શકે છે, કામ કરી શકે છે અને અભ્યાસ પણ કરી શકે છે. આ માટે ઓછામાં ઓછું NZD 5 મિલિયન એટલે કે આશરે 25 કરોડ રૂપિયાનું રોકાણ કરવું જરૂરી છે.

કેનેડા Canada
કેનેડાના ગોલ્ડન વિઝા પ્રોગ્રામ (Canada Start-UP Visa Program) નામથી ઓળખવામાં આવે છે. આ એવા એન્ટરપ્રેન્યોર્સને કાયમી નિવાસની પરવાનગી આપે છે કે જે સ્ટાર્ટઅપ અથવા બિઝનેસ મારફતે કેનેડામાં કામ કરવા ઈચ્છે છે. આ વિઝા માટે કૂલ 215000 ડોલરથી 275000 ડોલર એટલે કે આશરે રૂપિયા 1.8 કરોડથી રૂપિયા 2.3 કરોડ ખર્ચ થાય છે, જે સ્ટાર્ટ અપર આધાર રાખે છે.

સિંગાપોર Singapore
સિંગાપોરના ગોલ્ડન વિઝા Singapore Global Investor Program તરીકે ઓળખાય છે. તે ખાસ કરીને વિદેશી બિઝનેસ ઓનર્સ અને રોકાણકારો માટે છે. આ માટે 10 મિલિયન SGDથી લઈ 50 મિલિયન SGD એટલે કે આશરે 62 કરોડથી રૂપિયા 310 કરોડ રૂપિયા સુધી રોકાણ કરવું જરૂરી બને છે, જે કારોબાર પર આધાર રાખે છે.