Home International રશિયાના તટીય વિસ્તારમાં 7.4 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, સુનામીની આપવામાં આવી ચેતવણી

રશિયાના તટીય વિસ્તારમાં 7.4 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, સુનામીની આપવામાં આવી ચેતવણી

Earthquake In Russia: શનિવારે સાંજે રશિયા (Russia)ના કામચાટકાના પૂર્વ કિનારા(East Coast Of Kamchatka) પર 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને હવે આસપાસના વિસ્તારમાં એક શક્તિશાળી મોજા ત્રાટકવાનો ભય છે.

ભૂકંપનું કેન્દ્રબિંદુ રશિયન શહેર પેટ્રોપાવલોવસ્ક-કામચાત્સ્કીથી લગભગ 89 માઇલ પૂર્વમાં હતું જ્યાં 180,000 લોકોની વસ્તી વસવાટ કરે છે અને સમુદ્રતળથી 12 માઇલ નીચે હતું.

આ ભયાનક ભૂકંપ આવ્યો તેના થોડી મિનિટો પહેલા જ આ જ વિસ્તારમાં 6.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્ર(Pacific Tsunami Warning Center)એ જણાવ્યું હતું કે કોઈપણ સુનામી ભૂકંપના કેન્દ્રથી દૂરના વિસ્તારોમાં પણ ગંભીર વિનાશ લાવી શકે છે.

જો કોઈ સુનામી મોજા હવાઈમાં અથડાય છે તો સ્થાનિક સમય મુજબ સવારે 2:43 વાગ્યે પ્રથમ સુનામી મોજા આવવાનો અંદાજ છે.