Home International રશિયાના કુરિલ ટાપુઓ અને જાપાનના મોટા ઉત્તરીય ટાપુ હોક્કાઇડોના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામી

રશિયાના કુરિલ ટાપુઓ અને જાપાનના મોટા ઉત્તરીય ટાપુ હોક્કાઇડોના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામી

Tsunami In Russia, US, Japan:બુધવારે સવારે રશિયાના પૂર્વીય કિનારા પર 8.8 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે રશિયા, યુનાઇટેડ સ્ટેટ્સ અને જાપાનના કેટલાક ભાગો સહિત ઉત્તરીય પેસિફિક ક્ષેત્રમાં સુનામીની ચેતવણી આપવામાં આવી છે.

યુનાઇટેડ સ્ટેટ્સના અલાસ્કા અને હવાઈમાં પાંચ ફૂટ ઊંચા મોજાં ઉછળ્યા હોવાના અહેવાલ છે. દરમિયાન, દિવસના અંતમાં 10 ફૂટ ઊંચા મોજાં આ અમેરિકાના રાજ્યોમાં અથડાવાની ધારણા છે.દરમિયાન શક્તિશાળી ભૂકંપ પછી રશિયાના કુરિલ ટાપુઓ અને જાપાનના મોટા ઉત્તરીય ટાપુ હોક્કાઇડોના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામી આવી ચૂકી છે.

રશિયાના કામચાટકા દ્વીપકલ્પના કિનારે આવેલા ભૂકંપ બાદ પેસિફિક મહાસાગરના અધિકારીઓ હાઇ એલર્ટ પર છે. અલાસ્કામાં રાષ્ટ્રીય સુનામી ચેતવણી કેન્દ્રના સુનામી ચેતવણી સંયોજક ડેવ સ્નાઇડરે ભૂકંપને એકદમ નોંધપાત્ર અને એક મહત્વપૂર્ણ પૃથ્વી ઘટના ગણાવી.

સુનામી ઊંડા પાણીમાં સેંકડો માઇલ પ્રતિ કલાકની ઝડપે સમુદ્ર પાર કરે છે – જેટ વિમાન જેટલી ઝડપથી આગળ વધે છે.પરંતુ જ્યારે તે કિનારાની નજીક પહોંચે છે ત્યારે તેઓ ધીમા પડી જાય છે.