Trump Deal With Pakistan:અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે થોડા કલાકોમાં બે મોટા નિર્ણયો લઈને બધાને ચોંકાવી દીધા છે. પહેલા તેમણે ભારતમાંથી આવતા માલ પર 25% ભારે કર(Tariff) અને દંડની જાહેરાત કરી હતી. તેના થોડા સમય પછી તેમણે પાકિસ્તાન સાથે એક મોટા વેપાર કરારની જાહેરાત કરી છે, જે હેઠળ અમેરિકા અને પાકિસ્તાન સંયુક્ત રીતે ત્યાં ઓઈલ ભંડાર વિકસાવશે.
Trump says will work with Pakistan to develop oil reserve pic.twitter.com/HlJcBCjfhs
— Sidhant Sibal (@sidhant) July 31, 2025
પાકિસ્તાન સાથે ઓઈલ ઉત્પાદન માટે મોટી સમજૂતી
ભારત પર ટેક્સ લાદ્યાના થોડા કલાકો પછી, ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પાકિસ્તાન સાથે એક નવા કરારની જાહેરાત કરી.
તેમણે લખ્યું છે કે અમે હમણાં જ પાકિસ્તાન સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે જે હેઠળ પાકિસ્તાન અને અમેરિકા ત્યાંના વિશાળ તેલ ભંડારને વિકસાવવા માટે સાથે મળીને કામ કરશે. અમે આ ભાગીદારીનું નેતૃત્વ કરતી તેલ કંપની પસંદ કરવાની પ્રક્રિયામાં છીએ. કોણ જાણે, કદાચ તેઓ એક દિવસ ભારતને તેલ વેચશે.
આ જાહેરાત વોશિંગ્ટન અને ઇસ્લામાબાદ વચ્ચે એક દુર્લભ વ્યાપારિક મિત્રતા દર્શાવે છે, કારણ કે બંને દેશો વચ્ચેના સંબંધો ઘણીવાર તણાવ અને સુરક્ષા ચિંતાઓથી ઘેરાયેલા રહે છે.
ભારત પર કર શા માટે લાદવામાં આવ્યો?
ટ્રમ્પના મતે આ ટેક્સ ભારત પર 1લી ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે. તેમણે આ પાછળ બે મુખ્ય કારણો આપ્યા હતા. પ્રથમ, ભારત સાથે અમેરિકાનું વેપાર સંતુલન સારું નથી. બીજું અમેરિકાને ભારત દ્વારા રશિયા પાસેથી ઓઈલની ખરીદી ચાલુ રાખવાનું પસંદ નથી.
બ્રિક્સ મૂળભૂત રીતે એવા દેશોનો સમૂહ છે જે યુનાઇટેડ સ્ટેટ્સની વિરુદ્ધ છે, અને તમે માનશો નહીં કે ભારત પણ તેનો સભ્ય છે. આ ડોલર પર હુમલો છે અને અમે કોઈને ડોલર પર હુમલો કરવા દઈશું નહીં. તેથી આ નિર્ણય અંશતઃ બ્રિક્સને કારણે અને અંશતઃ વેપારને કારણે છે તેમ ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું.