Home International ‘તેઓ પહેલા સારી વાત કરે છે, પછી દરેક પર બોમ્બ ફેંકે છે’;...

‘તેઓ પહેલા સારી વાત કરે છે, પછી દરેક પર બોમ્બ ફેંકે છે’; ટ્રમ્પે પુતિનની ટીકા કરી, યુક્રેનને પેટ્રિઅટ મિસાઈલ્સ આપવાની કરી જાહેરાત,જુઓ વીડિયો

US New Announcement On Russia Ukraine War: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(US President Donald Trump)એ રવિવાર, 13 જુલાઈએ જાહેરાત કરી હતી કે તેમનું વહીવટીતંત્ર યુક્રેનને પેટ્રિઅટ એર ડિફેન્સ સિસ્ટમ(Patriot air defence systems) મોકલશે.

આ સાથે તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(Russian president Vladimir Putin) પર નવેસરથી નિશાન સાધ્યું છે.

ટ્રમ્પની આ ટિપ્પણી રશિયા અંગે વહેલુ નિવેદન માનવામાં આવે છે કારણ કે તેઓ સોમવારે 14મી જુલાઈના રોજ આ અંગે અપેક્ષા રાખવામાં આવતી હતી. તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર નિશાન સાંધતા કહ્યું કે તેઓ પહેલા સૌની સાથે સારી સારી વાતો કરે છે અને ત્યારબાદ સૌ પર બોમ્બ ફેંકે છે. આ સંજોગોમાં યુક્રેનને મદદ કરવી અમારા માટે જરૂરી છે.

ન્યુ જર્સીમાં ફિફા ક્લબ વર્લ્ડ કપ ફાઇનલ(FIFA Club World Cup)માં હાજરી આપ્યા બાદ જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ ખાતે પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે અમે તેમને (યુક્રેન)પેટ્રિયોટ્સ મોકલીશું… હું હજુ સુધી સંખ્યા અંગે સંમત થયો નથી પરંતુ તેમની પાસે કેટલીક સંખ્યામાં હશે કારણ કે તેમને સુરક્ષાની જરૂર છે.

આ નિર્ણય વ્હાઇટ હાઉસના આ મહિને કિવને શસ્ત્રોની ડિલિવરી અટકાવવાના અગાઉના વલણથી વિપરીત લાગે છે. નવી વ્યવસ્થા હેઠળ નાટો( NATO) યુક્રેનને મોકલવામાં આવતા શસ્ત્રો માટે ભંડોળ પૂરું પાડશે તેવી અપેક્ષા છે.

અમે મૂળભૂત રીતે તેમને ખૂબ જ અત્યાધુનિક સૈન્યના વિવિધ ભાગો મોકલવા જઈ રહ્યા છીએ અને તેઓ અમને તેમના માટે 100 ટકા ચૂકવણી કરશે તેમ ટ્રમ્પે કહ્યું હતું.તે અમારા માટે વ્યવસાય પણ હશે.