Shubhanshu Shuklas Re Entry To Earth: ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા 15મી જુલાઈ, મંગળવારના રોજ પૃથ્વી પર પાછા ફર્યા હતા, તેઓ એક્સિઓમ-4 મિશનના ભાગ રૂપે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS)ની યાત્રા કરનાર પ્રથમ ભારતીય બનીને ઇતિહાસ રચ્યો છે.
Axiom 4 Reentry from Marin county: pic.twitter.com/vSTp7MyhDH
— Scott Manley (@DJSnM) July 15, 2025
શુભાંશુ શુક્લા અને તેમના સાથી અવકાશયાત્રીઓને પૃથ્વી પર પાછા લઈ જતું સ્પેસએક્સના ડ્રેગન અવકાશયાન, અવકાશયાનના ચાર પેરાશૂટ તૈનાત થયા પછી કેલિફોર્નિયાના કિનારે પેસિફિક મહાસાગરમાં લેન્ડિંગ કર્યું હતું. જેનાથી એક અનોખો નજારો જોવા મળ્યો હતો.
કેલિફોર્નિયાના મેરિન કાઉન્ટીથી લેવાયેલા એક્સિઓમ-4 મિશનના ધરતી પર પુનઃપ્રવેશ કરતો વિડીયોએ કંપનીનું ધ્યાન ખેંચ્યું છે અને તેને કંપનીના X (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે.