Home International ડ્રેગન કેપ્સ્યૂલમાંથી બહાર આવ્યા શુભાંશુ શુક્લા, 18 દિવસ બાદ ધરતી પર મુક્યો...

ડ્રેગન કેપ્સ્યૂલમાંથી બહાર આવ્યા શુભાંશુ શુક્લા, 18 દિવસ બાદ ધરતી પર મુક્યો પગ, જુઓ વીડિયો

Shubhanshu Shukla: ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા(Group Captain Shubhanshu Shukla) પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ્યા અને લગભગ 3:01 વાગ્યે (IST) પેસિફિક મહાસાગર(Pacific Ocean)માં સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું છે.

એક્સિઓમ-4 મિશન પૂર્ણ કર્યું અને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પરથી પાછા ફરનારા ભારતના બીજા અવકાશયાત્રી બન્યા છે.

ડ્રેગન કેપ્સ્યુલ(Dragon capsule) કે જેને જેને કોડ-નેમ ગ્રેસ આપવામાં આવ્યું છે તે સાન ડિએગો(Diego)ના દરિયાકાંઠેથી લગભગ 30 કિમી દૂર પાણીને સ્પર્શી હતી. જેમાં ડી-ઓર્બિટ બર્ન અને પેરાશૂટ ડિપ્લોયમેન્ટ ક્રમનો સમાવેશ થતો હતો.

ચારેય ક્રૂ સભ્યોની તબિયત બિલકુલ સારી હોવાનું જાણવા મળ્યું છે અને સ્પેસએક્સ રિકવરી ટીમો દ્વારા તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

ડ્રેગનના નોઝ-કોનને બપોરે 2.45 વાગ્યે (IST) ફરીથી પ્રવેશ માટે સુરક્ષિત કરવામાં આવ્યું હતું જે ચોક્કસ સમયસર 18 મિનિટની ડી-ઓર્બિટ બર્ન પછી હતું. કેપ્સ્યુલે 1,600 સેલ્સિયસ તાપમાનનો સામનો કર્યો હતો.

તે અગાઉ તેના ડ્રોગ અને મુખ્ય પેરાશૂટ બે તબક્કામાં પાર કર્યાં હતા, જેનાથી યાનની ઝડપ ધરતીના વાતાવરણમાં પ્રવેશ માટે ધીમુ પડી શકે.