Home International રશિયામાં સર્જાઈ ભીષણ વિમાન દુર્ઘટના; પ્લેનમાં સવાર તમામ 50 લોકોના થયા મોત,...

રશિયામાં સર્જાઈ ભીષણ વિમાન દુર્ઘટના; પ્લેનમાં સવાર તમામ 50 લોકોના થયા મોત, કાટમાળ મળી આવ્યો

Russia Plane Crash: રશિયાના દૂર પૂર્વમાં ગુરુવારે લગભગ 50 લોકો સાથેનું એક પેસેન્જર વિમાન ગુમ થઈ ગયું. જોકે, IFAX અનુસાર, વિમાનનો કાટમાળ પૂર્વ અમુર ક્ષેત્રમાં મળી આવ્યો છે.

ઘણા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે વિમાનમાં સવાર બધા જ માર્યા ગયા છે અને કોઈ બચ્યું નથી. જોકે, આ વાતની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ ન હતી. આ વિમાન AN-24 પેસેન્જર વિમાન હતું અને સાઇબિરીયાની અંગારા એરલાઇન્સ દ્વારા સંચાલિત હતું.

આ વિમાન ચીનની સરહદે આવેલા અમુર પ્રદેશમાં ટિંડા શહેર તરફ જઈ રહ્યું હતું. રોઇટર્સે કટોકટી મંત્રાલયને ટાંકીને જણાવ્યું હતું કે, ચીનની સરહદે આવેલા અમુર પ્રદેશના શહેર ટિંડાના ગંતવ્ય સ્થાન નજીક પહોંચતી વખતે વિમાન એર ટ્રાફિક કંટ્રોલ (ATC) રડાર સ્ક્રીન પરથી ગાયબ થઈ ગયું હતું.

રોઇટર્સના અહેવાલ મુજબ પ્રાદેશિક ગવર્નર વેસિલી ઓર્લોવે જણાવ્યું હતું કે પ્રારંભિક માહિતી અનુસાર વિમાનમાં પાંચ બાળકો સહિત 43 મુસાફરો અને છ ક્રૂ સભ્યો હતા.