Home International લંડનના સાઉથએન્ડ એરપોર્ટ પર અમદાવાદની જેમ ઉડ્ડાન ભરતાની સાથે પ્લેન ક્રેશ થયું,...

લંડનના સાઉથએન્ડ એરપોર્ટ પર અમદાવાદની જેમ ઉડ્ડાન ભરતાની સાથે પ્લેન ક્રેશ થયું, સામે આવ્યા વીડિયો

  • મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો
  • આ વિમાનની ઓળખ B200 સુપર કિંગ એર તરીકે થઈ છે

Small Plane Crashes In London: રવિવારે સાંજે આશરે 4 વાગ્યે લંડન સાઉથએન્ડ એરપોર્ટથી ઉડાન ભરતી વખતે એક નાનું કોમર્શિયલ જેટ ક્રેશ થયું હતું, જેના કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા અને મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘટના સ્થળે લોકોએ જોયું કે વિમાન ઉડ્ડાન ભરતાની સાથે આગની લપેટમાં આવી ગયું હતું અને તેમાંથી કાળા ધુમાડા નિકળવા લાગ્યા હતા.

આ વિમાનની ઓળખ B200 સુપર કિંગ એર તરીકે થઈ છે, જે નેધરલેન્ડ્સના લેલીસ્ટેડ જવા માટે ઉડાન ભરવાનું હતું. અમદાવાદમાં ગયા મહિને 12 જૂનના રોજ સર્જાયેલી વિમાન દુર્ઘટનાની આજે યાદ તાજી થઈ હતી. ફ્લાઇટરાડરના ફ્લાઇટ ડેટા અનુસાર રનવે પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી જ વિમાન ક્રેશ થયું હતું. હાલમાં એ સ્પષ્ટ નથી કે ઘટના સમયે વિમાનમાં કેટલા લોકો સવાર હતા.

વિસ્ફોટ પછી આગ લાગી
એરપોર્ટ નજીક હાજર લોકોએ જણાવ્યું કે પ્રચંડ વિસ્ફોટ પછી પ્રચંડ આગ ફાટી નીકળી હતી અને ધુમાડાના કાળા વાદળો જોવા મળ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સ્કાય ન્યૂઝ દ્વારા અહેવાલ કરાયેલા એક નિવેદનમાં એસેક્સ પોલીસે જણાવ્યું હતું કે અમને સાંજે 4 વાગ્યા પહેલા 12-મીટર લાંબુ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાની જાણ કરવામાં આવી હતી… અમે ઘટનાસ્થળે તમામ કટોકટી સેવાઓ સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ અને આ કાર્ય ઘણા કલાકો સુધી ચાલુ રહેશે.

અત્યારે અકસ્માતના કારણ કે જાનહાનિ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. તપાસ ચાલુ છે. અમે હાલમાં ઘટનાસ્થળે તમામ ઈમર્જન્સી સેવા સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ તેમ અધિકારીઓએ જણાવ્યું હતું