દરરોજ રાત્રે એવું લાગે છે કે જમીન શ્વાસ લઈ રહી છે… અને પછી તે ધ્રુજી ઉઠે છે. આ શબ્દો છે જાપાન (Japan)ના ટોકારા ટાપુ પર રહેતી ચિઝુકો અરિકાવાના, જે છેલ્લા બે અઠવાડિયાથી સતત ધરતીના ધ્રુજારી અનુભવી રહી છે. 21 જૂનથી આ નાના ટાપુ જૂથને 1,000થી વધુ ભૂકંપ આવ્યા છે. કેટલાક ધ્રુજારી એટલા જોરદાર હતા કે ઘરોની દિવાલો ધ્રુજવા લાગી.
લોકોમાં ભયનો માહોલ
આ આંચકાઓને કારણે જૂની મંગા કોમિક ‘ધ ફ્યુચર આઈ સો’નું નામ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે 5 જુલાઈ, 2025ના રોજ જાપાન અને ફિલિપાઇન્સ વચ્ચેના સમુદ્રમાં એક વિશાળ સુનામી આવશે. આ આગાહીને ગંભીરતાથી લેવામાં આવી રહી છે કારણ કે આ જ કોમેડિયને 2011ની તોહોકુ આપત્તિની પણ સચોટ આગાહી કરી હતી.
આજે પણ ભૂકંપ આવ્યો
આજે ફરી જાપાનમાં આવેલા 5.5ની તીવ્રતાના ભૂકંપે આ ભયને વધુ ઘેરો બનાવ્યો છે. જાપાન હવામાન એજન્સી પ્રમાણે ટોકારા ટાપુઓ પર 6 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જે દેશની 7-સ્કેલ સિસ્ટમ પર ખૂબ જ ગંભીર માનવામાં આવે છે.