Home International ગોલ્ડન વિઝા મેળવી દુબઈમાં વસવાટ કરવાનું ભારતીયો માટે બન્યું સરળ; અરજી પ્રક્રિયા...

ગોલ્ડન વિઝા મેળવી દુબઈમાં વસવાટ કરવાનું ભારતીયો માટે બન્યું સરળ; અરજી પ્રક્રિયા અને ફી વિશે જાણો

UAE Golden Visa For Indian: યુનાઈટેડ આરબ અમીરાત (UAE)એ ભારતીય નાગરિકો માટે વિઝાને લગતી પ્રક્રિયાને વધુ સરળ બનાવી દીધી છે. UAEએ ભારતીય નાગરિકો માટે ન્યૂ ગોલ્ડન વિઝા (New Golden Visa) રજૂ કર્યાં છે. આ અંતર્ગત હવે ભારતીય પ્રોફેશનલ્સ (Indian Professionals) માટે વિઝા મેળવવા વધુ સરળ બની ગયા છે.

UAE સરકારે નિયમોમાં ફેરફાર બાદ મોટા રોકાણકારો તથા બિઝનેસમેન ઉપરાંત નર્સ, શિક્ષક, પ્રોફેસર, ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર, ઈ-સ્પોર્ટ્સ પ્રોફેશનલ્સ સહિતના વ્યવસાયિકો માટે પણ વિઝા પ્રક્રિયા સરળ કરી દીધી છે. નર્સના વ્યવસાય સાથે સંકળાયેલ માટે 15 વર્ષથી વધુ અનુભવ ધરાવતી નર્સિસને આ વિઝામાં સામેલ કરવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ન્યૂ ગોલ્ડન વિઝા ધરાવનારને લાઈફ ટાઈમ રેસિડેન્સી(Lifetime Residency)ના અધિકાર મળે છે. એટલે કે તેમણે વારંવાર વિઝા રિન્યૂ (Visa Renew) કરવાની જોઈ જ જરૂર પડતી નથી.

ભારતીય નાગરિકો માટે સોનેરી તકો (Golden Opportunities For Indian Citizens)
UAE સરકારે ભારતને આ નવા વિઝા મોડેલ (Visa Model)ના પાયલટ પ્રોજેક્ટમાં સામેલ કર્યું છે. ભારતમાં આ પ્રક્રિયા Rayad Groupના માધ્યમથી ચલાવવામાં આવી રહેલ છે. જે એપ્લિકેશનને વેરિફાઈ કરી સરકાર પાસે મોકલશે. ભારતીયોને AED 1,00,000 એટલે કે રૂપિયા 23.3 લાખ ફી આપીને આ લાઈફટાઈમ વિઝા મળી શકે છે.

કેવી રીતે અરજી કરી શકાય છે (How to apply)

  • One VASCO સેન્ટર્સ, VFS Globalની વેબસાઈટ (www.vfsglobal.com, www.onevasco.com) પર તમે અરજી કરી શકો છો.
  • RayadGroupની રજિસ્ટર્ડ ઓફિસથી આ માટે અરજી કરી શકો છો.
  • ઓનલાઈન પોર્ટલ https://icp.gov.ae/en/ મારફતે પણ વિઝા માટે અરજી કરી શકાય છે.