Home International અંતરિક્ષમાંથી આજે પણ ભારત’સારે જહાં સે અચ્છા…દિખતા હૈ’ પરત ફરતા પહેલા શુભાંશુ...

અંતરિક્ષમાંથી આજે પણ ભારત’સારે જહાં સે અચ્છા…દિખતા હૈ’ પરત ફરતા પહેલા શુભાંશુ શુક્લાએ રાકેશ શર્માના શબ્દો ઉચ્ચાર્યાં

  • મંગળવારે કેલિફોર્નિયાના દરિયાકાંઠે તે ઉતરશે તેવી અપેક્ષા છે

Astronaut Shubhanshu Shukla: આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં 18 દિવસના રોકાયા બાદ અવકાશયાત્રી શુભાંશુ શુક્લા(Astronaut Shubhanshu Shukla)એ રવિવારે કહ્યું કે ભારત અવકાશમાંથી મહત્વાકાંક્ષા, નિર્ભય, આત્મવિશ્વાસ અને ગર્વથી ભરેલું દેખાય છે.

આજે પણ ઉપરથી ભારત ‘સારે જહાં સે અચ્છા’ લાગે છે, શુક્લાએ ભારતના પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્માના પ્રતિષ્ઠિત શબ્દોનું પુનરાવર્તન કરતા કહ્યું હતું કે જેમણે વર્ષ 1984માં રશિયન મિશનના ભાગરૂપે અવકાશમાં મુસાફરી કરી હતી.

શુક્લા સોમવારે પૃથ્વી પર પાછા ફરવાની યાત્રા શરૂ કરવા માટે તૈયાર થયેલા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર Axiom-4 mission અવકાશયાત્રીઓના વિદાય સમારંભમાં બોલી રહ્યા હતા.

“તે મને લગભગ જાદુઈ લાગે છે… તે મારા માટે એક શાનદાર સફર રહી છે, શુક્લાએ 26 જૂનથી શરૂ થયેલા ISS ખાતેના તેમના રોકાણ વિશે આ માહિતી આપી હતી.

ભારતીય અવકાશયાત્રી(Indian Astronaut)એ કહ્યું કે તે પોતાની સાથે ઘણી બધી યાદો અને શીખ લઈ જઈ રહ્યો છે જે તે પોતાના દેશવાસીઓ સાથે શેર કરશે.

Axiom-4 મિશન સોમવારે ISS પરથી ઉતરશે અને મંગળવારે કેલિફોર્નિયાના દરિયાકાંઠે તે ઉતરશે તેવી અપેક્ષા છે.

પાઇલટ શુક્લા, કમાન્ડર પેગી વ્હિટસન અને મિશન નિષ્ણાતો સ્લાવોઝ ઉઝનાન્સ્કી-વિસ્નીવસ્કી અને ટિબોર કાપુ સાથે Axiom-4 મિશન 25 જૂનના રોજ તેમની અવકાશ યાત્રા શરૂ કરી હતી જ્યારે ડ્રેગન સ્પેસ કેપ્સ્યુલને લઈ જતું ફાલ્કન-9 રોકેટ ફ્લોરિડાથી ISS તરફ ઉડાન ભરી હતી.