Home International ઈઝરાયેલે સીરિયાના લશ્કરી હેડક્વાર્ટર પર કર્યો ભીષણ હુમલો; ભારે નુકસાનની આશંકા, સામે...

ઈઝરાયેલે સીરિયાના લશ્કરી હેડક્વાર્ટર પર કર્યો ભીષણ હુમલો; ભારે નુકસાનની આશંકા, સામે આવ્યો વીડિયો

Israel vs Syria: બુધવારે ઇઝરાયલે સીરિયન સૈન્ય મુખ્યાલયને નિશાન બનાવીને હુમલો કર્યો. અહેવાલો અનુસાર સીરિયન સુરક્ષા દળો અને ડ્રુઝ સશસ્ત્ર જૂથો વચ્ચે ચાલી રહેલી અથડામણ દરમિયાન ઇઝરાયલે દમાસ્કસમાં સંરક્ષણ મંત્રાલય નજીક હુમલો કર્યો.

મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ હુમલામાં દમાસ્કસમાં સીરિયન સેનાના મુખ્યાલયને ભારે નુકસાન થયું છે.

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) એ ટ્વિટર પર માહિતી શેર કરી અને લખ્યું છે કે ‘IDFએ સીરિયાના દમાસ્કસ ક્ષેત્રમાં સીરિયન શાસનના લશ્કરી મુખ્યાલયના પ્રવેશદ્વાર પર હુમલો કર્યો છે. તે પરિસ્થિતિ પર બારીક નજર રાખી રહી છે.IDF દક્ષિણ સીરિયામાં ડ્રુઝ નાગરિકો સામેના વિકાસ અને શાસન કાર્યવાહી પર નજર રાખી રહ્યું છે તેમ સેનાએ જણાવ્યું હતું. IDF પ્રમાણે આ હુમલો ઇઝરાયલના રાજકીય નેતૃત્વના નિર્દેશો અનુસાર કરવામાં આવ્યો હતો.