Home International કપિલ શર્માએ કેનેડામાં નવા શરૂ કરેલા Kap’s Café પર ફાયરિંગ થયું, હુમલાખોરે...

કપિલ શર્માએ કેનેડામાં નવા શરૂ કરેલા Kap’s Café પર ફાયરિંગ થયું, હુમલાખોરે હુમલાનો વીડિયો પણ બનાવ્યો

Kapil Sharma’s Café:કૉમેડી કિંગના નામથી જાણીતા કપિલ શર્મા (Comedy King Kapil Sharma)એ ત્રણ દિવસ અગાઉ કેનેડા(Canada)માં પોતાનું જે નવું કાફે ‘કૈપ્સ કાફે (Kap’s Café)’ ખોલ્યું હતું તેના પર કોઈ અજ્ઞાત વ્યક્તિઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. મીડિયા અહેવાલો પ્રમાણે કાફે પર કેટલાક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું નથી.

કપિટલના કાફે પર ફાયરિંગ કરતી વખતે હુમલાખોરે વીડિયો પણ બનાવ્યો હતો. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હુમલાખોર કાફે બહાર એક કારમાં બેસી સતત ફાયરિંગ કરતાં જોવા મળે છે.

અહેવાલ પ્રમાણે આ હુમલાની જવાબદારી NIAની યાદીમાં સામેલ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ પૈકીનો એક હજીત સિંહ લાડીએ લીધી છે. હરજીત એ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે જોડાયેલ છે. આ હુમલો કપિલની કેટલીક ટિપ્પણીઓથી નારાજી વ્યક્ત કરી કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

તાજેતરમાં જ કપિટલ શર્માએ આ કાફે ખોલ્યું હતું. કેનેડામં રહેતા ભારતીયો વચ્ચે તે ઘણું પસંદ કરવામાં આવતુ હતું. અલબત ફાયરિંગની ઘટનાને લઈ કપિલ શર્મા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.