Russia Nuclear Submarine Base:30 જુલાઈ,2025ના રોજ રશિયાના અંતરિયાળ વિસ્તાર કામચટકા દ્વીપકલ્પમાં 8.8ની તીવ્રતાનો એક પ્રચંડ ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેને ઇતિહાસના છઠ્ઠા સૌથી મોટા ભૂકંપમાં ગણવામાં આવે છે.
આ ભૂકંપ અવાચા ખાડીથી ફક્ત 120 કિમી દૂર આવ્યો હતો, જ્યાં રશિયન નૌકાદળનો એક મહત્વપૂર્ણ પરમાણુ સબમરીન બેઝ છે. આ ઘટનાથી રશિયાના પરમાણુ શસ્ત્રો અને સબમરીનની સલામતી પર પ્રશ્નો ઉભા થયા છે.
Just getting up to speed on the 8.8M earthquake off the Kamchatka Peninsula. Will be a thread. pic.twitter.com/7KRkcPFAv0
— Evergreen Intel (@vcdgf555) July 30, 2025
શું થયું અને ક્યાં બન્યું
ભૂકંપ રશિયાના ઉજ્જડ પરંતુ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ પ્રદેશ કામચાટકા દ્વીપકલ્પના પૂર્વ કિનારાથી લગભગ 135 કિમી દૂર સમુદ્રમાં આવ્યો હતો. અવાચા ખાડી રશિયન નૌકાદળના રાયબાચી સબમરીન બેઝનું હબ છે. જ્યાં બોરે અને બોર-એ જેવી આધુનિક પરમાણુ સબમરીન તૈનાત છે.

આ સબમરીન રશિયાની લશ્કરી શક્તિનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે પરમાણુ મિસાઇલો વહન કરવામાં સક્ષમ છે. આ ઉપરાંત જૂની ડેલ્ટા III-ક્લાસ સબમરીન રાયઝાન (K-44) પણ અહીં હાજર છે, જોકે તેની સ્થિતિ અસ્પષ્ટ છે.
ભૂકંપ પછી જાપાન, ચિલી, પેરુ અને અમેરિકા જેવા ઘણા દેશોમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. હવાઈમાં 5 ફૂટથી વધુ ઊંચા મોજા ઉછળ્યા, જેનાથી ત્યાંના લોકો ડરી ગયા હતા. રશિયન અધિકારીઓનું કહેવું છે કે અત્યાર સુધી કોઈ મોટા નુકસાન કે મૃત્યુના અહેવાલ નથી, પરંતુ લશ્કરી નિષ્ણાતોને શંકા છે કે સબમરીન બેઝને નુકસાન થયું હશે.
ભૂકંપની અસર શું હોઈ શકે?
આ ભૂકંપની તીવ્રતા 8.8 હતી, જે વર્ષ 2011માં જાપાનમાં 9.1 ની તીવ્રતાના ભૂકંપ પછીનો સૌથી મોટો ભૂકંપ હતો. ભૂકંપ એટલો જોરદાર હતો કે રસ્તાઓ તૂટી ગયા, કામચાટકામાં ઇમારતો ધરાશાયી થઈ ગઈ અને પેટ્રોપાવલોવસ્ક-કામચાટસ્કી શહેરમાં એક કિન્ડરગાર્ટન ધરાશાયી થઈ ગયું. એરપોર્ટ ટર્મિનલમાં ઘાયલ થયેલી એક મહિલા સહિત અનેક લોકો ઘાયલ થયા હતા.