Home International વૈજ્ઞાનિકોએ કેન્સર સામે રક્ષણ આપતી ક્રાંતિકારી mRNA વેક્સિન તૈયાર કરી, ટ્યુમર સામે...

વૈજ્ઞાનિકોએ કેન્સર સામે રક્ષણ આપતી ક્રાંતિકારી mRNA વેક્સિન તૈયાર કરી, ટ્યુમર સામે પ્રતિકારક ક્ષમતા વધારશે

mRNA Cancer Vaccine 2025: ફ્લોરિડા યુનિવર્સિટી(University of Florida)ના વૈજ્ઞાનિકોએ એક પ્રાયોગિક mRNA રસી વિકસાવી છે, જે ટ્યુમર એટલે કે ગાંઠો સામે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. નેચર બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં પ્રકાશિત થયેલા અભ્યાસ પ્રમાણે આ રસીને જ્યારે રોગપ્રતિકારક ચેકપોઇન્ટ ઇન્હિબિટર જેવી પ્રમાણભૂત ઇમ્યુનોથેરાપી દવા સાથે જોડવામાં આવી ત્યારે ઉંદરોમાં મજબૂત એન્ટિ-ટ્યુમર અસરો જોવા મળી હતી.

આ રસીની ખાસિયત એ છે કે તે ચોક્કસ ટ્યુમર એટલે કે ગાંઠ પ્રોટીનને નિશાન બનાવતી નથી પરંતુ વાયરસ સામે લડવા જેવી પરિસ્થિતિમાં રોગપ્રતિકારક શક્તિને સક્રિય કરે છે.

નવી ટેકનોલોજીનો પ્રભાવ
આ અસર ગાંઠની અંદર PD-L1 પ્રોટીનની અભિવ્યક્તિ વધારીને પ્રાપ્ત થઈ હતી, જેનાથી સારવાર પ્રત્યે ગાંઠની સંવેદનશીલતા વધી હતી. આ સંશોધન કેન્સરની સારવાર માટે એક નવી રીત તરફ દોરી શકે છે જે ફક્ત સર્જરી, રેડિયેશન અથવા કીમોથેરાપી પર આધાર રાખતી નથી. US હેલ્થના પીડિયાટ્રિક ઓન્કોલોજિસ્ટ મુખ્ય સંશોધક ડૉ. એલિયાસ સૈઉરે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું. સ્યોરે વધુમાં ઉમેર્યું હતું કે આ પેપર એક અણધારી અને રોમાંચક અવલોકન દર્શાવે છે કે બિન-વિશિષ્ટ mRNA વેક્સિન પણ ટ્યુમર-વિશિષ્ટ અસરો પેદા કરી શકે છે.

યુનિવર્સલ વેક્સિનની શક્યતા
અભ્યાસના સહ-લેખક ડૉ. ડુએન મિશેલે જણાવ્યું હતું કે આ અભ્યાસ ત્રીજા ઉભરતા અભિગમનું સૂચન કરે છે. અમને જાણવા મળ્યું છે કે એક વેક્સિન જે ખાસ કરીને કેન્સરને લક્ષ્યાંક બનાવતી નથી પરંતુ મજબૂત રોગપ્રતિકારક પ્રતિભાવ પ્રેરિત કરે છે, તે કેન્સર સામે અસરકારક પ્રતિભાવ ઉત્પન્ન કરી શકે છે. આ કેન્સરના દર્દીઓ માટે વ્યાપકપણે ઉપયોગી થઈ શકે છે, કદાચ સામાન્ય કેન્સર વેક્સિન તરીકે છે.