Bangladesh Aircraft Crash: બાંગ્લાદેશ વાયુસેનાનું એક F-7 ટ્રેનર વિમાન આજે બપોરે 1:30 વાગ્યે (ભારતીય સમય મુજબ બપોરે 1:00 વાગ્યે) ઢાકાના ઉત્તરા ક્ષેત્રના દિયાબારી વિસ્તારમાં ક્રેશ થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાન માઇલસ્ટોન કોલેજના ઉત્તર કેમ્પસની અંદર આવેલી સ્કૂલ પર પડ્યું હતું, જેના કારણે સ્કૂલ અને આસપાસના વિસ્તારોમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી.
આ અકસ્માતના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં શાળાના વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડતા જોવા મળે છે.
A Bangladesh Air Force training jet crashed into the Milestone School and College in Dhaka’s Uttara area on Monday, leaving at least one person dead and injuring around 100 others. The aircraft, a China-manufactured F-7, went down while classes were in session.
— The Siasat Daily (@TheSiasatDaily) July 21, 2025
Television… pic.twitter.com/f7piNNoyfR
સ્થાનિક મીડિયા અહેવાલ પ્રમાણે F-7 ટ્રેનર વિમાને બપોરે 1:06 વાગ્યે ઉડાન ભરી હતી અને 24 મિનિટ પછી બપોરે 1:30 વાગ્યે ક્રેશ થયું હતું. હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના એક વરિષ્ઠ અધિકારીએ ઘટનાની પુષ્ટિ કરી છે પરંતુ અકસ્માતના કારણ કે જાનહાનિ વિશે તાત્કાલિક વિગતો આપી નથી. મળતી માહિતી પ્રમાણે આ F-7 એક ચીની વિમાન છે.
આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. એપીના અહેવાલ પ્રમાણે સેના અને ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશ વાયુસેનાનું એક ટ્રેનર વિમાન ઢાકાના ઉત્તરી ઉત્તરા વિસ્તારમાં એક શાળા કેમ્પસમાં ક્રેશ થયું હતું, જેમાં ઓછામાં ઓછા 19 લોકો માર્યા ગયા હતા અને 70 લોકો ઘાયલ થયા હતા જેમને છ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા.