Ahmedabad Navodaya Vidyalaya Admission:અમદાવાદ જિલ્લામાં હાથીજણ ખાતે આવેલ જવાહર નવોદય વિધાલય (JNV)માં ધો.6 (2026-27)માં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિધાર્થીઓ જવાહર નવોદય વિધાલય સિલેક્શન ટેસ્ટ (JNVST) માટે 29મી જુલાઈ,2025 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.
વિધાર્થીઓ પ્રવેશ મેળવવા માટે http://navodaya.gov.in અથવા તો cbseitms.racil.gov.in/nvs લિંક પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે. આ ઉપરાંત વધુ માહિતી મેળવવા વિધાલયના હેલ્પ ડેસ્ક નંબર 9773124749 પર ફોન લગાવીને જાણકારી મેળવી શકશે.
અમદાવાદ જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે જે-તે વિધાર્થી અમદાવાદ જિલ્લાના રહેવાસી હોવા જોઈએ તથા જિલ્લાની સરકારી/સરકાર માન્ય શાળામાં હાલ ધોરણ-5માં અભ્યાસ કરતો હોવો જોઈએ તો જ પ્રવેશ પરીક્ષા માટે વિધાર્થી યોગ્ય ગણાશે.
આ ઉપરાંત વિધાર્થી ધોરણ 3 અને ધોરણ 4માં પણ સરકારી કે સરકાર માન્ય શાળામાં સમગ્ર અભ્યાસક્રમ પૂર્ણ કરેલ હોવો જોઈએ અને પાસ હોવો જોઈએ. આ સાથે વિદ્યાર્થીનો જન્મ તારીખ 1લી મે 2014 અગાઉ થયેલ હોવો જોઈએ અને 31 જુલાઈ 2016 પછી જન્મ ન હોવો જોઈએ.