Home Gujarat ગુજરાતમાં ભારે વરસાદની સિસ્ટમ સક્રિય, 5 દિવસ સુધી આ 10 જિલ્લામાં ભારેથી...

ગુજરાતમાં ભારે વરસાદની સિસ્ટમ સક્રિય, 5 દિવસ સુધી આ 10 જિલ્લામાં ભારેથી અતી ભારે વર્ષાની આગાહી

  • હવામાન વિભાગે રાજ્યમાં 17મી જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે
  • મોન્સૂન ટ્રફ પસાર થતાં ફરી એક વખત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની થઈ શકે છે

Gujarat Weather Forecast:છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં વરસાદની તીવ્રતા ઘટી હતી, પણ હવે ફરી એક વખત ગુજરાતમાં આગામી દિવસો માટે ભારેથી અતી ભારી વરસાદની (Heavy To Very Heavy Rain) હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા આગાહી કરવામાં આવી છે. એટલે કે હવામાન વિભાગે રાજ્યમાં 17મી જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે.

ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ વિસ્તારમાં વરસાદનું જોર વ્યાપક પ્રમાણમાં રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. દરિયાકાંઠે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો બીજી બાજુ ઉત્તર અને મધ્યમ ગુજરાતમાં વરસાદ એકંદરે મધ્યમ રહી શકે છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે શનિવારે જણાવ્યું હતું કે મોન્સૂન ટ્રફ પસાર થતાં ફરી એક વખત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની થઈ શકે છે. આ સાથે રાજ્યમાં થંડર સ્ટોર્મની પણ આગાહી કરવામાં આવી છે.

ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ(Orange Alert and Yellow Alert)
આ સાથે રાજ્યમાં કેટલાક જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, અરવલ્લી, બોટાદ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

જ્યારે સુરત, ભરૂચ, નવસારી, દીવ,ડાંગ, તાપી, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા તથા પોરબંદ અને જૂનાગઢ માટે યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે.