Home Gujarat Heavy Rain Alert In Gujarat: રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી,...

Heavy Rain Alert In Gujarat: રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, ક્યા જિલ્લાઓ માટે યલ્લો અને ઓરેન્જ એલર્ટ અપાયા તે જાણો

ગુજરાતમાં અષાઢ મહિનો સાંબેલા ધાર વરસાદ (Rain)થી તરબોળ રહેશે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત હેત વરસાવી રહેલો વરસાદી માહોલ (Heavy Rainfall In Gujarat) આગામી દિવસોમાં પણ જળવાઈ રહે તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ તરફથી આગામી( Meteorological Department Forecast) 5 દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં વ્યાપક પ્રમાણમાં વરસાદની આગાહી (Heavy Rain Alert In Gujarat)કરવામાં આવી છે અને વિવિધ પ્રકારના એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

યલ્લો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા-Yellow Alert And Orange Alert Issued
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત (South Gujarat) માં વલસાડ તથા નવસારી જિલ્લાઓમાં આવતીકાલે ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

આ ઉપરાંત રાજ્યના ડાંગ, તાપી, ભાવનગર, અમરેલી તથા સુરત એમ 5 જિલ્લામાં યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવેલ છે.

8થી 11 જુલાઈ સુધી કરવામાં આવેલી આગાહી-Forecast From July 8 To 11
હવામાન વિભાગે 8 અને 9મી જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે અને દાહોદ, ડાંગ, તાપી, સુરત, નવસારી તથા છોડા ઉદેપુર જિલ્લા માટે યલ્લો એલર્ટ જાહેર કર્યું છે.

જ્યારે ગુજરાત રાજ્યના ઉત્તર તથા દક્ષિણ વિસ્તારમાં 10થી 11 જુલાઈ દરમિયાન દસ જેટલા જિલ્લાઓમાં પણ યલ્લો એલર્ટ જાહેર કરાયા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, સુરત, તાપી, નવસારી, ડાંગ તથા વલસાડ તેમ જ ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

છેલ્લા 24 કલાકમાં કેવો રહ્યો વરસાદ
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 204 તાલુકામાં નોંધપાત્ર પ્રમાણમાં વરસાદ નોંધાયો છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે સૌથી વધારે 6.6 ઈંચ વરસાદ થયો છે. રાજ્યમાં આજે વરસાદને લીધે કૂલ 259 માર્ગો પર વાહન વ્યવહાર બંધ રહ્યો હતો.