Home Gujarat અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરીકે સુકાન સોંપાયું, ડૉ.તુષાર ચૌધરીને પણ...

અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરીકે સુકાન સોંપાયું, ડૉ.તુષાર ચૌધરીને પણ મળી જવાબદારી

Gujarat Congress President Post:કોંગ્રેસે ગુરુવારે ગુજરાત પાર્ટીના પ્રદેશ પ્રમુખની જવાબદારી અમિત ચાવડાને સોંપી છે. તેઓ શક્તિસિંહ ગોહિલનું સ્થાન લેશે.

આ ઉપરાંત પાર્ટીએ ગુજરાતમાં કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તરીકે ડૉ. તુષાર ચૌધરીની નિમણૂક કરી છે. કોંગ્રેસની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે કોંગ્રેસ પ્રમુખે તાત્કાલિક અસરથી અમિત ચાવડાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે.

શક્તિસિંહ ગોહિલે પદ કેમ છોડ્યું?
રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે કડી અને વિસાવદર પેટાચૂંટણીમાં પક્ષના નબળા પ્રદર્શનની નૈતિક જવાબદારી સ્વીકારીને પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું અને પોતાને પક્ષના શિસ્તબદ્ધ સૈનિક ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે મને ભારતના સૌથી જૂના અને નિઃશંકપણે શ્રેષ્ઠ રાજકીય પક્ષનો શિસ્તબદ્ધ સૈનિક હોવાનો ગર્વ છે. મેં સખત મહેનત કરી છે અને હંમેશા મારી પાર્ટીને શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો છે.

આ યાદીમાં જણાવાયું છે કે કોંગ્રેસ અધ્યક્ષે તાત્કાલિક અસરથી ગુજરાતમાં કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તરીકે ડૉ. તુષાર ચૌધરીની નિમણૂક કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે. પાર્ટી વિદાય લેતા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના યોગદાનની પ્રશંસા કરે છે.