Home Business રૂપિયા 10 હજાર કે રૂપિયા 15 હજારની મહિનાની SIPથી રૂપિયા 1 કરોડનું...

રૂપિયા 10 હજાર કે રૂપિયા 15 હજારની મહિનાની SIPથી રૂપિયા 1 કરોડનું કેટલા વર્ષમાં ભંડોળ બનશે?  

Mutual Fund SIP Calculator:સમય, નિયમિત રોકાણ અને કમ્પાઉન્ડિંગ પાવર. જો તમારી પાસે આ ત્રણ બાબત છે તો તમને કરોડપતિ કે અબજોપતિ બનતા કોઈ રોકી શકશે નહીં. કમ્પાઉન્ડિંગ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ સમય જતાં તમારી મૂડીમાં અનેક ગણો વધારો કરે છે. મ્યુચ્યુઅલ ફંડ SIPમાં આ કમ્પાઉન્ડિંગનો લાભ આપણને મળે છે. તમે તમારા જીવનમાં જેટલું વહેલું રોકાણ શરૂ કરશો એટલું મોટું ભંડોળ તમે બનાવી શકશો. તમે SIP દ્વારા દર મહિને નાની રકમનું રોકાણ કરી શકો છો. નાણાકીય નિષ્ણાતો કહે છે કે વ્યક્તિએ પોતાના પહેલા પગારથી જ રોકાણ શરૂ કરવું જોઈએ. વળતરની વાત કરીએ તો લાંબા ગાળે મ્યુચ્યુઅલ ફંડમાં સરળતાથી 12% વળતર મળી શકે છે.

10000 રૂપિયાના SIPથી તમે કેટલા વર્ષોમાં 1 કરોડ રૂપિયા એકઠા કરશો?

જો તમે મ્યુચ્યુઅલ ફંડ SIP માં દર મહિને રૂપિયા 10,000 જમા કરો છો તો 12%ના અંદાજિત વાર્ષિક વળતર પર રૂપિયા 1,04,30,06721 વર્ષમાં એકઠા થશે. આ રકમમાં રૂપિયા 25,20,000 તમારી રોકાણ રકમ હશે. તે જ સમયે વ્યાજની આવક રૂપિયા 79,10,067 થશે. જો તમે આ રોકાણ 15 ટકા વાર્ષિક સ્ટેપ અપ સાથે કરો છો તો ફક્ત 15 વર્ષમાં રૂપિયા 1,13,34,505 એકઠા થશે. તેના પરિણામે રૂપિયા 57,09,649 રોકાણ રકમ અને રૂપિયા 56,24,856 વ્યાજની આવક થશે.

15,000 રૂપિયાના SIP સાથે તમે કેટલા વર્ષોમાં 1 કરોડ રૂપિયા એકઠા કરશો?

જો તમે મ્યુચ્યુઅલ ફંડ SIPમાં દર મહિને 15,000 રૂપિયા જમા કરાવો છો તો 12 ટકાના વાર્ષિક વળતર પર 18 વર્ષમાં રૂપિયા 1,06,75,929 રૂપિયા એકઠા થશે. તેના પરિણામે રૂપિયા 32,40,000 રોકાણ રકમ અને રૂપિયા 74,35,929 વ્યાજની આવક થશે. જો આ રોકાણ 15 ટકા વાર્ષિક સ્ટેપ અપ સાથે કરવામાં આવે તો 13 વર્ષમાં રૂપિયા 1,14,21,512 એકઠા થશે. આના પરિણામે રૂપિયા 61,83,345 રોકાણ રકમ અને રૂપિયા 52,38,167 વ્યાજની આવક થશે.