- સબીહ ખાન એપલમાં જેફ વિલિયમન્સ(Jeff Williams)નું સ્થાન લેવા જઈ રહ્યા છે.
Apple COO Sabih Khan:આઈફોન (iPhone)ની ઉત્પાદક અગ્રણી એપલે (Apple) જાહેરાત કરી છે કંપનીમાં આશરે 30 વર્ષથી કામ કરનાર ભારતીય મૂળના સબીહ ખાન (Sabih Khan)ને નવા COO તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. સબીહ ખાન એપલમાં જેફ વિલિયમન્સ(Jeff Williams)નું સ્થાન લેવા જઈ રહ્યા છે. જેફ વિલિયમ્સ આ મહિને તેમનું પદ છોડી રહ્યા છે અને આ વર્ષના અંત ભાગ સુધીમાં નિવૃત થશે. આ ફેરફાર એવા સમયે આવી રહ્યા છે કે જ્યારે એપલને આઈફોનના વેચાણમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત ટેરિફને લગતી સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જેફ વિલિયમ્સ 27 વર્ષથી વધારે સમયથી એપલ સાથે છે. તેઓ હવે તેમના રિટાયરમેન્ટ સુધી કંપનીની ડિઝાઈન ટીમ તથા પ્રોજેક્ટનું નેતૃત્વ કરતાં રહેશે. ત્યારબાદ એપલની ડિઝાઈન ટીમ સીધા CEO ટીમ કુકને રિપોર્ટ કરશે.
શબીહ ખાન કોણ છે
શબીહ ખાનનો જન્મ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં થયો હતો. તેમના શાળાકીય શિક્ષણ દરમિયાન શબીહનો પરિવાર ભારત છોડીને સિંગાપોરમાં સ્થાયી થયો હતો. શબીહ ખાને અર્થશાસ્ત્ર અને મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક થયા છે. આ ઉપરાંત તેમણે ન્યૂયોર્કથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી પણ મેળવી છે.
શબીહ ખાન વર્ષ 1995માં એપલમાં જોડાયા હતા. શબીહે એપલ માટે ઘણા મોટા પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે. શાબીહ ખાને એપ્લિકેશન ડેવલપમેન્ટ એન્જિનિયરની મહત્વની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી છે. આ ક્ષમતા જોઈને એપલે તેમને વર્ષ 2019માં ઓપરેશન્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટનું પદ આપ્યું હતું. એવું કહેવાય છે કે કોરોના સમયગાળા દરમિયાન શબીહે કંપનીની સપ્લાય ચેઇનને ઘણી મોટી ભાગીદારીમાંથી તૂટવા દીધી ન હતી.





































