IDF Strike Near Gaza: અલ જઝીરાના અહેવાલ મુજબ રવિવારે (સ્થાનિક સમય) ગાઝા શહેરમાં અલ-શિફા હોસ્પિટલની બહાર પત્રકારોના ટેન્ટ પર ઇઝરાયલના હુમલામાં ઓછામાં ઓછા 5 પત્રકારના મોત થયા છે.
આઉટલેટના અહેવાલ મુજબ મૃતકોમાં અલ જઝીરાના બે સંવાદદાતા, અનસ અલ-શરીફ અને મોહમ્મદ કુરેકેહ, કેમેરા ઓપરેટર ઇબ્રાહિમ ઝહેર અને મોહમ્મદ નૌફલનો સમાવેશ થાય છે.
ઇઝરાયલી સૈન્યએ અલ-શરીફની હત્યાની પુષ્ટિ કરી હતી, જ્યારે આરોપ લગાવ્યો હતો કે તે હમાસ માટે કામ કરતી વખતે “અલ જઝીરાના પત્રકારના બહાના હેઠળ કામ કરી રહ્યા હતા.
હમાસના આતંકવાદી અનસ અલ-શરીફ કે જે અલ જઝીરાના પત્રકાર તરીકે ઓળખાતો હતો. અલ-શરીફ હમાસના આતંકવાદી સેલનો વડા હતો અને ઇઝરાયેલી નાગરિકો અને IDF સૈનિકો પર રોકેટ હુમલા કરતો હતો, તેમ IDF એ X પર માહિતી આપી હતી.
ગાઝામાંથી ગુપ્ત માહિતી અને દસ્તાવેજો કે જેમાં રોસ્ટર, આતંકવાદી તાલીમ યાદીઓ અને પગાર રેકોર્ડનો સમાવેશ થાય છે તે સાબિત કરે છે કે તે અલ જઝીરામાં સંકલિત હમાસ ઓપરેટિવ હતો. પ્રેસ બેજ આતંકવાદ માટે ઢાલ નથી, તેમ IDFએ વધુમાં જણાવ્યું હતું.
અલ જઝીરાના જણાવ્યા અનુસાર ન્યૂ યોર્ક સ્થિત કમિટી ટુ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ્સ (CPJ) 7મી ઓક્ટોબર, 2023થી ઓછામાં ઓછા 186 પત્રકારોની હત્યાની ખરાઈ કરવામાં સક્ષમ છે. ઇઝરાયલ દ્વારા ઓછામાં ઓછા 90 પત્રકારોને કેદ કરવામાં આવ્યા છે.





































