8th Pay Commission:જેની ઘણા લાંબા સમયથી રાહ જોવામાં આવતી હતી તે 8મા પગાર પંચની ભલામણોના અમલીકરણની તારીખ આખરે જાહેર થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે 16 જાન્યુઆરી,2025ના રોજ કમિશનની રચનાને મંજૂરી આપી દીધી છે. અને હવે તેની ભલામણો 1 જાન્યુઆરી, 2026થી અમલમાં આવશે. આશરે 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરો માટે મોટો ફાયદો થશે.
સરકારી નોકરીની સૌથી મોટી ખાસિયત પગાર અને સુરક્ષા છે. અને હવે જ્યારે 8મું પગાર પંચ લાગુ થશે ત્યારે સરકારી કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવશે. ઈકોનોમિક ટાઈમ્સના એક અહેવાલ પ્રમાણે પટાવાળાનો બેઝીક પગાર રૂપિયા 18,000 થી વધીને રૂપિયા 51,480 થઈ શકે છે, જ્યારે વરિષ્ઠ અધિકારીઓનો બેઝીક પગાર રૂપિયા 2.5 લાખથી વધીને રૂપિયા 7.15 લાખ થવાની ધારણા છે.
પેન્શનમાં પણ વધારો થશે
તેવી જ રીતે, લઘુત્તમ પેન્શન રૂપિયા 9000થી વધીને રૂપિયા 25,740 થઈ શકે છે. 8મા પગાર પંચથી એટલું બધું મળવાનું છે કે લોકો એમ કહેવાનું બંધ કરી શકે કે ખાનગી નોકરીઓમાં વધુ પગાર મળે છે.