Home Business રાષ્ટ્રપતિ ટ્રમ્પે સહયોગી દેશ જાપાન અને દક્ષિણ કોરિયા પર ટેરિફની તલવાર વીંઝી,...

રાષ્ટ્રપતિ ટ્રમ્પે સહયોગી દેશ જાપાન અને દક્ષિણ કોરિયા પર ટેરિફની તલવાર વીંઝી, 1લી ઓગસ્ટથી 25 ટકા ટ્રેડ ટેરિફ લાગૂ

Trade Tariff On Japan And South Korea:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) સોમવારે એશિયામાં તેમના સૌથી મહત્વના સહયોગી દેશ જાપાન તથા દક્ષિણ કોરિયા (Japan And South Korea)થી આયાત થતા માલ-સામાન પર 25 ટકા ટેરિફ (Trade Tariff) લાદવાની જાહેરાત કરી છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ બન્ને દેશ સાથે સતત વ્યાપાર અસંતુલનની સ્થિતિને ટાંકીને આ ટ્રેડ ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. હવે જાપાન તથા દક્ષિણ કોરિયા પરનો આ ટેરિફ 1લી ઓગસ્ટ (1st August)થી લાગૂ થઈ જશે.

આ સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પે બન્ને દેશોને ચેતવણી પણ આપી છે કે તેઓ પોતાની ઈમ્પોર્ટ ડ્યૂટીને વધારીને કોઈ જવાબી કાર્યવાહી ન કરે, અન્યથા ટ્રમ્પ વહિવટીતંત્ર ટેરિફમાં હજુ પણ વધારો કરી દેશે. તેને લીધે જાપાન તથા દક્ષિણ કોરિયાના વાહન તથા ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ શકે છે.

આ સાથે ટ્રમ્પે જાપાનના વડાપ્રધાન શિગેરુ ઈશિબા તથા દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યાંગને સંબોધિને એક પત્ર પણ લખ્યો છે. આ પત્રમાં તેમણે લખ્યુ છે કે જો કોઈ કારણથી તમે તમારા ટેરિફમાં વધારો કરવાનો નિર્ણય કરો છો તો તમારા દ્વારા જેટલા પ્રમાણમાં ટેરિફ વધારવામાં આવશે એટલા જ પ્રમાણમાં અમારા દ્વારા લાદવામાં આવેલ 25 ટકા ટેરિફમાં તે ઉમેરી દેવામાં આવશે.