TCS Lay Off: દેશની સૌથી મોટી આઇટી કંપની (India’s Largest IT Firm) ટાટા ગ્રુપની ટીસીએસે આવતા વર્ષે લગભગ 12000કર્મચારીઓની છટણી (TCS Lay Off) કરવાની યોજના તૈયાર કરી છે.
ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના CEO કે કૃતિવાસન (TCS CEO)એ આ વાતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે આ છટણીની સૌથી વધુ અસર મધ્યમ અને વરિષ્ઠ સ્તરના કર્મચારીઓ પર પડશે. કંપની તેના કુલ કર્મચારીમાંથી લગભગ 2 ટકાનો ઘટાડો કરવાની તૈયારી કરી રહી છે.
TCSમાં 6 લાખથી વધુ કર્મચારી છે
ટાટ ગ્રુપનુંTCS તેના લગભગ 2% કર્મચારીઓને છટણી કરવા જઈ રહ્યું છે. કંપનીના કુલ કાર્યબળના સંદર્ભમાં આ ગણતરી જોઈએ તો લગભગ 12,000 કર્મચારી એવા છે જેમની નોકરીઓ જોખમમાં છે અને તેમને આવતા વર્ષે કંપનીમાંથી બહાર નીકળવાનો દરવાજો બતાવવામાં આવી શકે છે. જો આપણે TCS માં કામ કરતા કર્મચારીઓની સંખ્યા વિશે વાત કરીએ તો જૂન 2025 સુધીમાં ટાટાની આ કંપનીમાં વૈશ્વિક સ્તરે 6,13,000 લોકો કામ કરતા હતા.
આટલી મોટી છટણી પાછળનું કારણ શું છે?
રિપોર્ટ અનુસાર TCSના CEO કે કૃતિવાસન (K Krithivasan)એ એક ખાનગી બિઝનેસ પ્લેટફોર્મને આપેલા ઇન્ટરવ્યુમાં આ છટણી યોજનાનો ખુલાસો કર્યો અને કહ્યું કે આ પાછળનું મુખ્ય કારણ ઝડપથી બદલાતા ટેકનિકલ ફેરફારો છે. તેમણે કહ્યું કે આ TCS ને વધુ ચપળ અને ભવિષ્ય માટે તૈયાર બનાવવાની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે. કૃતિવાસનના મતે વ્યવસાય બદલાઈ રહ્યો છે અને કામ કરવાની રીતો પણ બદલાઈ રહી છે, દરેક કંપનીની સફળતા માટે એ મહત્વનું છે કે કંપનીઓ આ ફેરફારો હેઠળ ભવિષ્ય માટે તૈયાર અને ચપળ રહે.