Home Business ચાંદીની કિંમતોએ ઈતિહાસ રચ્યો; સોનામાં વધી ચમક, ગોલ્ડ-સીલ્વરના ભાવ જાણો

ચાંદીની કિંમતોએ ઈતિહાસ રચ્યો; સોનામાં વધી ચમક, ગોલ્ડ-સીલ્વરના ભાવ જાણો

Gold Silver Price: બુધવારે ઘરેલુ વાયદા બજારમાં સોના (Gold) અને ચાંદી (Silver)ના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો છે. અગાઉ મંગળવારે શરૂઆતના કારોબારમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો. હાજર બજારમાં મજબૂત ખરીદી અને ડોલરમાં સ્થિરતાને કારણે ચાંદીએ આજના કારોબારમાં નવો રેકોર્ડ બનાવ્યો છે.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 5 ઓગસ્ટ માટે એક્સપાઈરી ડેટ પર સોનું સવારે 9:20 વાગ્યે 0.06 ટકા વધીને રૂપિયા 1,00,390 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું, જ્યારે 5 સપ્ટેમ્બરના રોજ એક્સપાયર થતા વાયદા માટે ચાંદી 0.49 ટકા વધીને રૂપિયા 1,16,216 પ્રતિ કિલો થઈ ગયું હતું. ચાંદી માટે આ એક નવો રેકોર્ડ સ્તર છે.

જાપાન સાથે ટ્રમ્પની ટ્રેડ ડીલ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાન સાથે નવી ટ્રેડ ડીલની જાહેરાત કરી છે, જેના કારણે સોનાના ભાવમાં મર્યાદિત વધારો જોવા મળ્યો છે. આ ડીલ હેઠળ જાપાનથી અમેરિકામાં આયાત થતા માલ પર 15 ટકા ટેરિફ લાદવામાં આવશે. આ મહિતી જાહેર થતા રોકાણકારોમાં સાવધાની જોવા મળી રહી છે. હકીકતમાં આ ડીલથી બજારમાં જોખમ લેવાની ક્ષમતા વધી શકે છે, જેના કારણે સોનાની માંગમાં ઘટાડો થયો છે.

આ કારણે ચાંદી રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગઈ
ચાંદીના ભાવમાં વધારા પાછળના મુખ્ય કારણો સ્થાનિક હાજર બજારમાં મજબૂત ખરીદી અને ડોલરમાં સ્થિરતા છે. આ ઉપરાંત ઔદ્યોગિક ઉપયોગ અને રોકાણ બંનેને કારણે ચાંદીની માંગ મજબૂત રહે છે. નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં સોના અને ચાંદીના ભાવ વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ, US ટ્રેડ ડીલ અને ડોલરની ગતિવિધિ પર નિર્ભર રહેશે.