- ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાના ઔંસ દીઠ ભાવ 24.63 ડોલર એટલે કે 0.74 ટકા ઉછળી 3,348.67 ડોલર થયા
Gold Silver Price Today: વિશ્વ વ્યાપારને લઈ વધી રહેલી ચિંતા વચ્ચે સોનામાં નવેસરથી તેજીના મંડાણ થયા છે. અમદાવાદ ખાતે પણ સોના અને ચાંદી (Gold And Silver Price)માં અનુક્રમે રૂપિયા 700 અને રૂપિયા 2,500નો ઉછાળો જોવા મળ્યો હતો.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે 10 ગ્રામદીઠ શુદ્ધ સોના (Pure Gold Price)નો ભાવ રૂપિયા 700 વધી રૂપિયા 99,370 થયો છે. જ્યારે સ્ટાન્ડર્ડ સોના (Standard Gold Price)નો 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 600 ઉછળી રૂપિયા 98,800 થયો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 1,500 વધી રૂપિયા 1,05,500 થયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ટેરિફ લાદવાની કરવામાં આવેલી જાહેરાતો વચ્ચે ઘરેલુ બજારોથી લઈ આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી છે.
આંતરરાષ્ટ્રી બજારમાં સોના-ચાંદીના ભાવ(Gold, Silver Prices In International Market)
ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાના ઔંસ દીઠ ભાવ 24.63 ડોલર એટલે કે 0.74 ટકા ઉછળી 3,348.67 ડોલર થયા છે. જ્યારે હાજર ચાંદીનો ઔંસદીઠ ભાવ 1.64 ટકા વધી 37.61 ડોલર થયો છે. અમદાવાદ ખાતે સોના અને ચાંદી બન્નેમાં આગ ઝરતી તેજી જોવા મળી છે.
અમદાવાદ ખાતેના સોનાચાંદીના ભાવ (Gold ,Silver Prices In Ahmedabad)
અમદાવાદ ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 2,500 વધી રૂપિયા 1,10,000 થયો છે. જ્યારે અમદાવાદ શુદ્ધ સોનુ (99.9) રૂપિયા 700 વધી રૂપિયા 1,00,500 અને સ્ટાન્ડર્ડ સોનુ રૂપિયા 700 વધી રૂપિયા 1,00,200 રહ્યા હતા.