Gold Prices History: સોનામાં છેલ્લા 20 વર્ષ એટલે કે વર્ષ 2005થી 2025માં સતત તેજીનો માહોલ (Gold Price History) જોવા મળ્યો છે અને આ અવધિમાં સોનાની કિંમત(Gold Price)માં આશરે 1,200 ટકાનો ઉછાળો આવ્યો છે.
વર્ષ 2005માં સોનાની કિંમત રૂપિયા 7,638 પ્રતી 10 ગ્રામ હતો, જે જૂન 2025 સુધીમાં તે રૂપિયા 1,00,000 પહોંચી ચુક્યા છે. આ વર્ષોના સમય ગાળા પૈકી 16 વર્ષમાં સોનાએ લગભગ નેગેટીવ વળતર આપ્યું છે.
આ વર્ષે અત્યાર સુધીમાં સોનું 31 ટકા વધ્યું-Gold has risen 31 percent so far this year
આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં સોનામાં 31 ટકાની તેજી જોવા મળી છે. આમ વર્ષ 2025 સોના માટે સૌથી સારા વર્ષો પૈકીનું એક વર્ષ સાબિત થયું છે. ચાંદીની વાત કરવામાં આવે તો તેમાં પણ એકંદરે મજબૂત વલણ જોવા મળ્યું છે.
છેલ્લા ત્રણ સપ્તાહના સમય ગાળા દરમિયાન ચાંદીની કિંમત કિલોદીઠ સુધારો રહ્યો છે. અલબત વર્ષ 2005થી વર્ષ 2025ના સમય ગાળા દરમિયાન ચાંદીની કિંમતમાં 668.84 ટકાની તેજી જોવા મળી છે. દરમિયાન 6 જુલાઈના રોજ સોનાનો 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 96,988 જ્યારે ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 1,08,438 નોંધાયો છે.
6 જુલાઈના રોજ સોનાનો 10 ગ્રામદીઠ ભાવ (Gold price per 10 grams on July 6)
- મુંબઈ ખાતે સોનાનો ભાવ ₹97,130 પ્રતિ 10 ગ્રામ હતો.
- ચેન્નાઈ ખાતે સોનાનો ભાવ ₹97,410 પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો.
- દિલ્હી ખાતે સોનાનો ભાવ ₹96,960 પ્રતિ 10 ગ્રામ હતો.
- હૈદરાબાદ ખાતે સોનાનો ભાવ ₹97,280 પ્રતિ 10 ગ્રામ હતો.
- કોલકાતા ખાતે સોનાનો ભાવ ₹97,000 પ્રતિ 10 ગ્રામ હતો.