Tesla Car Price in India, EV Model Y: ઈલોન મસ્ક(Elon Musk)ની ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની ટેસ્લા(Tesla)એ તેનું ટેસ્લા મોડેલ વાય (Tesla Model Y Launched) લોન્ચ કરીને ભારતમાં પ્રવેશની સત્તાવાર પુષ્ટિ કરી છે.
આ સાથે ટેસ્લાએ આજે મુંબઈમાં તેનો પહેલો શોરૂમ પણ ખોલ્યો છે, જે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC)ના આલીશાન મેકર મેક્સિટી મોલમાં સ્થિત છે. મુંબઈમાં શોરૂમ ખોલ્યા પછી ટેસ્લા ટૂંક સમયમાં ગુરુગ્રામ અને દિલ્હીમાં તેના સ્ટોર્સ ખોલવાની કામગીરી પર આગળ વધશે.
કંપનીએ ભારતીય બજારને ધ્યાનમાં રાખીને બનાવેલી તેની વેબસાઇટ પર મોડેલ Y વિશેની માહિતી શેર કરી છે. તેની શરૂઆતની કિંમત રૂપિયા 59.89 લાખ (એક્સ-શોરૂમ, મુંબઈ) રાખવામાં આવી છે. જોકે તેની ડિલિવરીના સમય કે ટેસ્ટ ડ્રાઇવ વિકલ્પો હજુ સુધી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા નથી.
ટેસ્લાએ મોડેલ Y લોન્ચ કર્યું (EV Model Y)
ભારતમાં ટેસ્લા કારની કિંમત કેટલી હશે? ટેસ્લા દ્વારા આજે લોન્ચ કરાયેલ મોડેલ Y બે વેરિઅન્ટમાં ઓફર કરવામાં આવશે, પહેલું વેરિઅન્ટ રીઅર-વ્હીલ ડ્રાઇવ મોડેલ છે, જેની કિંમત રૂપિયા 60.1 લાખ છે અને બીજું વેરિઅન્ટ લાંબા અંતરનું વેરિઅન્ટ છે જેની કિંમત રૂપિયા 67.8 લાખ છે. અત્યારે મોડેલ 4 દિલ્હી, ગુરુગ્રામ અને મુંબઈમાં વેચાણ માટે ઉપલબ્ધ રહેશે.
ભારતમાં ટેસ્લા ઇલેક્ટ્રિક કાર મોંઘી છે
ભારતમાં ટેસ્લા કારની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર કરતા ઘણી વધારે છે, જેનું સીધું કારણ ભારતમાં લાદવામાં આવતી ભારે આયાત ડ્યુટી છે. અમેરિકામાં ટેસ્લા મોડેલ Yની કિંમત રૂપિયા 38.6 લાખ છે,જ્યારે ચીનમાં આ જ મોડેલની કિંમત રૂપિયા 30.5 લાખ છે, જ્યારે જર્મનીમાં આ કાર રૂપિયા 46 લાખમાં ખરીદી શકાય છે.