Sukanya Samriddhi Yojana:કેન્દ્ર સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) દીકરી માટે બચત કરવાની એક શાનદાર સ્કીમ છે. આ સ્કીમનું નામ સુકન્યા સમૃદ્ધિ યોજના છે. દિકરીના અભ્યાસ, લગ્ન તથા જીવનની દરેક એવી જરૂરિયાત કે જે માતા-પિતા દ્વારા પૂરી કરવાની હોય તે માટે સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવેલી છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે,કેવી રીતે કામ કરે છે (Sukanya Samriddhi Yojana)
સુકન્યા સમૃદ્ધિ યોજના કેન્દ્ર સરકારની ગેરંટીકૃત બચત યોજના છે, જે પોસ્ટ ઓફિસ અને કેટલીક બેંકો દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજના દીકરીના નામે ખાતુ ખોલવામાં આવે છે અને તેની ઉંમર 10 વર્ષથી ઓછી હોવી જોઈએ. તેમાં તમે દર વર્ષે ઓછામાં ઓછા રૂપિયા 250 અને વધુમાં વધુ રૂપિયા 1.5 લાખનું રોકાણ કરી શકો છો.
દરેક મહિને જમા રકમ (રૂપિયામાં) | 15 વર્ષ બાદ જમા રકમ (રૂપિયામાં) | અંદાજીત વ્યાજ (રૂપિયામાં) | 21 વર્ષ બાદ પાકતી રકમ (રૂપિયામાં) |
250 | 45,000 | 93,653 | 1,38,653 |
500 | 90,000 | 1,87,306 | 2,77,306 |
700 | 1,26,000 | 2,62,228 | 3,88,228 |
1000 | 1,80,000 | 3,74,612 | 5,54,612 |
1500 | 2,70,000 | 5,61,918 | 8,31,918 |
2000 | 3,60,000 | 7,49,224 | 11,09,224 |
5000 | 9,00,000 | 18,73,059 | 27,73,059 |
જો તમે દર મહિને 1000 રૂપિયા જમા કરાવશો તો તમને કેટલા પૈસા મળશે?
જો તમે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ દર મહિને 1000 રૂપિયા અથવા વાર્ષિક 12,000 રૂપિયા જમા કરાવો છો, તો તમને ૨૧ વર્ષ પછી મોટી રકમ મળી શકે છે. દર મહિને 1000 રૂપિયા જમા કરાવવાથી, તમે 15 વર્ષમાં રૂપિયા 1.80 જમા કરાવશો. તેના પર વ્યાજ રૂપિયા 3,74,612 હશે. એટલે કે દીકરીને કૂલ રૂપિયા 5,54,612 મળશે. આ સાથે ચાર્ટમાં તમને વિવિધ રકમ જમા કરાવવા પર મળવા પાત્ર પૈસા વિશે જણાવવામાં આવ્યું છે.