Corona Remedies Limited: કોરોના રેમેડીઝે આજે ભારતમાં બેયરના ફાર્માસ્યુટિકલ વિભાગ પાસેથી સાત બ્રાન્ડ્સના સંપાદનની જાહેરાત કરી છે. 16 જુલાઈ, 2025થી અમલમાં આવેલા આ સંપાદનમાં ભારતીય બજાર માટે કાર્ડિયોલોજી સેગમેન્ટ (NOKLOT) અને મહિલા હેલ્થકેર પોર્ટફોલિયો (FOSTINE, LUPROFACT, MENODAC, OVIDAC, SPYE અને VAGESTON) ની અંદર અનેક બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. આ વ્યૂહાત્મક પગલું કાર્ડિયોલોજી અને મહિલા હેલ્થકેર જેવા બંને ક્ષેત્રોમાં કોરોના રેમડીઝની સ્થિતિને મજબૂત બનાવે છે. આ ઉત્પાદનો આગળ જતાં કોરોના રેમડીઝના સંચાલન હેઠળ વૃદ્ધિને ઓફર કરે છે.
હસ્તગત કરવામાં આવેલી આ બ્રાન્ડ્સને તેના પોર્ટફોલિયોમાં એકીકૃત કરવાથી કોરોના રેમડીઝે એન્ટિ-પ્લેટલેટ માર્કેટમાં પ્રવેશ કર્યો છે, 8%ના વૃદ્ધિ દર સાથે જેનું મૂલ્ય રૂપિયા 1507 કરોડ છે.
તેનો ઉદ્દેશ્ય ગોનાડોટ્રોફિન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન માર્કેટમાં તેની હાજરીને વધારીને મહિલા હેલ્થકેરમાં કોરોના રેમડીઝના પોર્ટફોલિયોને મજબૂત બનાવવાનો છે, MAT જૂન 2025 સુધી જેનું કદ રૂપિયા 1862 કરોડ છે. આ પોર્ટફોલિયોનો ઉપયોગ મુખ્યત્વે ઈનફર્ટિલિટીની સારવાર અને ગર્ભાવસ્થાના વ્યવસ્થાપન માટે થાય છે.
કોરોના રેમડીઝની સેલ્સ અને માર્કેટિંગ ટીમ અને વ્યાપક વિતરણ નેટવર્ક એ સુનિશ્ચિત કરવા માટે કાર્ય કરશે કે આ નવો હસ્તગત કરવામાં આવેલો પોર્ટફોલિયો મેટ્રો, સેમી-મેટ્રો, શહેરી, અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં દર્દીઓ સુધી પહોંચે.
આ બ્રાન્ડ્સના સંપાદનથી કોરોના રેમડીઝની બજારમાં હાજરી વધવાની અને તેના પોર્ટફોલિયોનું વિસ્તરણ થવાની અપેક્ષા છે.આ સોદા માટે જીસીવી લાઇફે સલાહકાર તરીકે ભૂમિકા ભજવી હતી.