Artificial Rain In Rajasthan: રામગઢ ડેમ છેલ્લા બે દાયકાથી પણ વધારે સમયથી પાણીથી ભરાવાની રાહ જોઈ રહ્ય છે. આ ડેમને પાણીથી ભરવા માટે કૃત્રિમ વરસાદ એટલે કે ક્લાઉડ સીડિંગનો ઉપયોગ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.
આ માટે રામગઢ ડેમના વિસ્તારમાં ઓગસ્ટ મહિનામાં કૃત્રિમ વરસાદનો અદભુત નજારો જોવા મળશે. આ પ્રયોગને સફળ કરવા માટે રાજસ્થાનના કૃષિ વિભાગે અમેરિકાની કંપનીને જવાબદારી સોંપી છે. અમેરિકાની કંપનીના સિનિયર વૈજ્ઞાનિકો અત્યારે જયપુરમાં આ માટેની તૈયારી કરી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે હજારો ફૂટની ઊંચાઈ પર ડ્રોન ઉડાડીને વાદળોમાં સોડિયમ ક્લોરાઈડનો છંટકાવ કરવામાં આવશે. જેથી વાદળ વરસાદ બનીને આ ડેમમાં વરસશે. દેશમાં આ સૌ પ્રથમ વખત કૃત્રિમ વરસાદમાં ડ્રોન તથા આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરવામાં આવશે. કંપનએ તાઈવાનથી આ માટેના ડ્રોન પણ મંગાવ્યા છે.
આ અગાઉ દેશમાં અત્યાર સુધી કૃત્રિમ વરસાદ માટે વિમાનોનો ઉપયોગ કરવામાં આવતો હતો. જોકે આ વખતે AI અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.